દમણમાં કોરોનાનો કહેર યથાવત
- ગુરૂવારે 9 કેસ આવ્યા બાદ શુક્રવારે વધુ 7 કેસ નોંધાયા
- નાની દમણ, ડાભેલ, કચિગામ, દુનેઠા વિસ્તાર તેમજ મોટી દમણ વિસ્તારમાંથી કેસ નોંધાયા
- કુલ 60 એક્ટિવ કેસ, 10 ડિસ્ચાર્જ
દમણ: સંઘપ્રદેશમાં કોરોનાનો કેહેર યથાવત છે. દમણમાં ગુરુવારે એકસાથે 09 પોઝિટિવ કેસ આવ્યાં બાદ શુક્રવારે પણ વધુ 7 કેસ નોંધાયા છે. ત્યારે દમણમાં કુલ 60 એક્ટિવ કેસ થયા છે. અત્યાર સુધી દમણના નાની દમણ, ડાભેલ, કચિગામ, દુનેઠા વિસ્તાર બાદ હવે મોટી દમણ વિસ્તારમાં પણ શુક્રવારે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.
દમણમાં 2 દિવસમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, કુલ 60 એક્ટિવ કેસ મોટી દમણમાં બારીયાવાડ વિસ્તારમાંથી શુક્રવારે પ્રથમ કોરોના પોઝિટિવ યુવક નોંધાયો છે. જેને લઈ કોરોના પોઝિટિવ યુવકના ઘરને વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સિલ કરી યુવકના પરિવારને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. ગુરુવારે એક સાથે 09 કોરોના પોઝિટિવ બાદ શુક્રવારે વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એ સાથે જ દમણમાં કુલ 60 એક્ટિવ કોરોના કેસ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 10 દર્દીઓ સ્વસ્થ થયા છે.
દમણમાં 2 દિવસમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, કુલ 60 એક્ટિવ કેસ સંઘપ્રદેશમાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે. જે દમણ પ્રશાસન અને લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. કોરોના પોઝિટિવ કેસને કારણે અત્યાર સુધીમાં 23 જેટલા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે, જે 7 કિલોમીટરની આસપાસનો અને માત્ર 72 ચોરસ કિલોમીટરના સંઘપ્રદેશના વિસ્તાર માટે આગામી દિવસો વધુ મુસીબત ભર્યા હોવાના એંધાણ છે.