દમણ પોલીસના SHO સોહિલ જીવાણીને ખાનગી બાતમીના આધારે દમણના ડાભેલ સ્થિત મહાત્મા ગાંધી ઉદ્યોગ નગરમાં આવેલી અંકુર ડ્રગ્સ એન્ડ ફાર્મા કંપનીમાં કેટલાક ઇસમો ચોરી કરવા માટે આવી રહ્યા છે. P I જીવાણીએ તાત્કાલિક આ વિસ્તારમાં પોલીસની એક ટીમને પેટ્રોલિંગ માટે મોકલી હતી અને ફાર્મા કંપનીમાં પ્રવેશ કરતા 4 ઈસમો પર શંકા જતા 2 ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જયારે 2 ઇસમો પોલીસના હાથે ઝડપાયા હતા.
દમણ પોલીસે ઝડપ્યા બે રીઢા ચોર, અનેક ચોરીના ભેદ ઉકેલાયા
દમણ: દમણના ડાભેલ સ્થિત ફાર્મા કંપનીમાં ચોરી થતી હોવાની બાતમીને લઈ પોલીસે પેટ્રોલિંગ કરીને ચોરી કરનારા 4 પૈકી 2 ઇસમોને રંગે હાથ ઝડપી પાડયા હતા. આ ઉપરાંત કંપનીમાંથી ચોરી કરેલા પ્લાસ્ટિક રોલ ભરેલો ટેમ્પો પણ પોલીસે કબજે લીધો હતો.
દમણ પોલીસે ઝડપ્યા બે રીઢા ચોર, ચોરીનો કર્યો પર્દાફાશ
પોલીસે બંને ઈસમોની પૂછપરછ કરતાં કંપનીમાંથી પ્લાસ્ટિકના રોલની ચોરી કરીને ટેમ્પામાં ભર્યા હોવાની કબુલાત કરતા જ પોલીસે એક ટેમ્પો નંબર DD03L-03-9951 તથા 30 હજારના પ્લાસ્ટિક રોલનો મુદ્દામાલ સાથે કબજે લીધો હતો. ચોરી કરતા ઝડપાયેલા બંને ઇસમોની ઓળખ મોહમદ સુબેર બસીર અંસારી રહે. પારનેરા અને અયાઝ અહમદ શેખ રહે. ડાભેલ નાની દમણની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.