ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ પોલીસે વાહન ચેકિંગ અભિયાન હાથ ધરતા વાહનચાલકો દંડાયા - દમણ ન્યૂઝ

દમણઃ સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમોને લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે સંઘપ્રદેશ દમણમાં પોલીસ વિભાગ દ્વારા નાની દમણ બસ ડેપો, મોટી દમણ ફૂટબૉલ ગ્રાઉન્ડ, કચીગામ ચેકપોસ્ટ, ભેંસલોર ચાર રસ્તા, દેવકા બીચ, બામણ પૂજા પાસે સઘન વાહન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વાહનચાલકો ઉપરાંત પ્રવાસીઓ દંડાયા હતા.

દમણ પોલીસે વાહન ચેકિંગ અભિયાન હાથ ધરતા વાહનચાલકો દંડાયા

By

Published : Nov 19, 2019, 1:35 PM IST

સંઘપ્રદેશ દમણ-દિવ અને દાદરાનગર હવેલીના DIG ઋષિપાલ સિંહ, દમણ પોલીસ અધિક્ષક વિક્રમજીત સિંહના માર્ગદર્શન હેઠળ દમણ પોલીસ પ્રશાસને મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરી તપાસ હાથ ધરી હતી. નાની દમણ પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર સોહિલ જીવાણીએ ટીમ બનાવી દમણના મુખ્ય માર્ગો પર મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. દમણમાં મોડી સાંજે નાની દમણ રાજીવ ગાંધી પુલના છેડે હેલ્મેટ વિનાના ટુ-વ્હીલર, બ્લેક ફિલ્મ લગાવેલા ફોર વ્હીલર, ઉપરાંત સીટ બેલ્ટ ન લગાવેલા વ્યક્તિઓ અને સહિત ત્રિપલ સવારી વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી.

દમણ પોલીસે વાહન ચેકિંગ અભિયાન હાથ ધરતા વાહન ચાલકો દંડાયા

વાહન ચેકિંગ અભિયાનમાં કાયદાકીય કાર્યવાહી કરી દંડ વસુલવામાં આવ્યો હતો. દમણ પોલીસના વાહન ચેકિંગ અભિયાનથી સ્થાનિક વાહન ચાલકો અને પ્રવાસીઓ દંડાયા હતાં. અનેક વાહનચાલકોએ મોટર એક્ટનો ભંગ કર્યો હોય દંડ ભરવાની નોબત આવી હતી. તો કેટલાક વાહન ચાલકોએ દંડની રકમ ભરવાથી બચવા અન્ય રસ્તાઓ પર વાહન ચલાવી ભાગતા નજરે પડ્યા હતાં.

દમણમાં પોલીસે વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું

ABOUT THE AUTHOR

...view details