દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી શ્રીસાંઇ ઇન્ડસ્ટ્રીમાં મંગળવારની રાતે ચોરીનો બનાવ બન્યો હતો. ચોરી કરનારા મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. અજાણ્યા ચોરોએ કમ્પ્યુટર, મોનિટર તથા પોલીમરની બેગ મળી અંદાજે 2 લાખનો સામાન ચોરી કરી હતી. આ અંગે મશાલ ચોક વિસ્તારમાં રહેતા સંતોષ ધનશ્રી ઉપાધ્યાયે નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દમણની શ્રીસાંઈ ઈન્ડસ્ટ્રીઝમાં ચોરી કરનારા 3 ઝડપાયા - thief
દમણ: ડાભેલ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બે દિવસ પહેલા રાતે ચોરી થઈ હતી. આ ઘટનામાં પોલીસે બે શકમંદોને ઝડપીને તપાસ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આ બંને ઈસમોએ ચોરીની કબુલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી બે લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
દમણની શ્રીસાંઈ ઈન્ડસ્ટ્રીઝમાં ચોરી કરનાર ત્રણ ઝડપાયા
આ દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે નાની દમણના સોમનાથ ડાભેલ વિસ્તારમાં રહેતા ત્રણ ઇસમોને શંકાને આધારે અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પોલીસની કડક તપાસમાં સોમનાથ વિસ્તારમાં રહેતા વિષ્ણુ રામતીર્થ ચૌરસિયા, વાજીહુદ્દીન સનાઉલ્લાહ મન્સૂરૂ અને ઉમેશ રમેશ ઠાકુરે પોલીસ સમક્ષ ચોરીની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 20 મે સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.