- બેંક એકાઉન્ટની વિગતો લઈ 16 લાખ ઉપાડી લીધા
- ઇટલીમાં ઇવેન્ટ હોવાનું જણાવી બેંક એકાઉન્ટની ડિટેલ્સ લીધી
- દમણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી
દમણ: દમણના એક ઇવન્ટ ઓર્ગેનાઇઝરને ઇટલીમાં લગ્નની ઇવન્ટ ઓર્ગેનાઇઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારબાદ તેના બેંક એકાઉન્ટમાં 16 લાખ રૂપિયા જમા કરાવી ટીમ વ્યુઅર ઇન્સ્ટોલ કરેલ મોબાઈલ ભેટ આપી 16,09,600 રૂપિયા બેંક ખાતામાંથી ઉપાડી લીધા હતા. ત્યારબાદ બીટકોઈન ખરીદી ફરી તેને ભારતીય ચલણમાં અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કેશ ઉપાડી લેનાર 2 ભેજાબાજની દમણ પોલીસે ધરપકડ કરી છે.
દમણના પોલીસ હેડકવાટર્સ ખાતે દમણ જિલ્લા પોલીસવડા વિક્રમજીત સિંઘે પત્રકાર પરિષદનું આયોજન કરી દમણના એક ઇવન્ટ ઓર્ગેનાઇઝરના બેંક એકાઉન્ટમાંથી 16 લાખની રકમ ઉપાડી લેનાર આરોપીઓની ધરપકડ અને મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.
મેરેજ ઇવન્ટનો કોન્ટ્રાકટ આપવાની લાલચ આપી
આ અંગે દમણ જિલ્લા પોલીસ વડા વિક્રમજીત સિંઘે વિગતો આપી હતી કે, ડિસેમ્બર 2020માં એક ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી ભેજાબાજ આરોપીઓએ 16 લાખ રૂપિયા ઉપાડી લીધા હતાં. "એજે 71 ઇવેન્ટ્સ" ના નામથી કંપની ચલાવતા ઇસમને પકડાયેલ બંને આરોપીઓ સાહિલ મંગલદાસ મોરઝારીયા ઉર્ફે રાજીવ કણકિયા ઉર્ફે શૈલેષ રમણ મહેતા ઉર્ફે જીગ્નેશ હસમુખ શાહ, અને કિશન નાગરદાશ બોકાણી ઉર્ફે અશોક જોશી ઉર્ફે રાજેશ રમેશ ઝવેરી ઉર્ફે વિશાલ હશમુખ શાહે ઇટાલીમાં લગ્નનો કાર્યક્રમ યોજાવાનો હોઈ તે ઇવન્ટનો કોન્ટ્રાકટ આપવાની લાલચ આપી હતી.
બેંકમાં 16 લાખ રૂપિયા જમા કરાવ્યા