દમણ:સંઘપ્રદેશ દમણમાં બે દિવસ પહેલા એક ખેતરમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી (Killed after rape in Daman )આવ્યો હતો. જે અંગે નાની દમણ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની હત્યા કરનારા 2 હત્યારાઓને ( Rape with murder)ઝડપી પાડ્યા છે. પકડાયેલ હત્યારાઓએ યુવતી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી મૃતદેહને ખેતરમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
હત્યારાઓને દમણ પોલીસ ઝડપી લીધા બહેનપણીને મળવા ગયેલ યુવતીનો મૃતદેહ મળ્યો -દમણના ઘેલવાડ વિસ્તારના કાંતિ નામના ખેડૂતના ખેતરમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણકારી નાની દમણ પોલીસને આપતા (Rape case in Daman )પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી, પ્રાથમિક તપાસમાં આ મહિલા સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃઅધૂરી તપાસે પરિવારને કર્યો વેરવિખેર, દીકરી સાથે દુષ્કર્મ કેસમાં નિર્દોષ પિતાની હૃદય કંપાવતી આપવીતી...
પરિચિતોએ જ દુષ્કર્મ આચરી હત્યા કરી -આ કેસમાં વલસાડ એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી, જે બાદ અપરાધની ગંભીરતાને ધ્યાનમાં લઈને દમણ પોલીસે તાત્કાલિક ધારા 302 અને 376 મુજબ ગુનો નોંધીને અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સંસાધનોની મદદ વડે ઘેલવાડની જ એક ચાલમાંથી નીતીશ અનુજ પાસવાન અને બજેન્દ્ર લોટન રાયકબાર ઉર્ફે ઇન્દ્રપાલ નામના 2 આરોપીની ધરપકડ કરી દુષ્કર્મ અને હત્યાના ગુનામાં કોર્ટમાં રજૂ કરી 25મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતદેહને નજીકના ખેતરમાં ફેંકી આવ્યા - આ ઘટના અંગે નાની દમણ પોલીસ મથકના SHO સોહિલ જીવાણીએ વિગતો આપી કે યુવતી મૂળ બિહારની હતી. દમણમાં એક કંપનીમાં નોકરી કરતી હતી. જે ઘેલવાડની એક ચાલમાં તેની બહેનપણીને મળવા આવી હતી. જો કે તેની બહેનપણીનો રૂમ બંધ હતો. ત્યારે તેના પરિચિત એવા નીતીશ અનુજ પાસવાન અને બજેન્દ્ર લોટન રાયકબારે તેને પોતાની રૂમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં તેની હત્યા કરી રાત્રીના સમયે યુવતીના મૃતદેહને નજીકના ખેતરમાં ફેંકી આવ્યા હતાં.
આ પણ વાંચોઃયુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, શું છે કહાની
આરોપીઓના 25 જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર -આ સમગ્ર ઘટનાના માત્ર 24 કલાકમાં જ પોલીસે બન્ને નરાધમોને ઝડપી તેના કુકર્મોનો ભાંડો ફોડી નાખ્યો હતો. હાલ પોલીસે બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીઓના 25 જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કરતા દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.