દમણમાં હત્યા કેસના આરોપીને કોર્ટમાં હાજર રહેવા પોલીસે માઈકથી એનાઉન્સ કર્યું
દમણ: જિલ્લામાં હત્યા કેસના આરોપીને માઇક દ્વારા એનાઉન્સ કરી પોલીસે વોરંટ બજાવ્યું હતું. આ વોરંટ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુખા પટેલને કોર્ટમાં હાજર થવા માટે બજાવવામાં આવ્યું હતું. તેની સામે એક વર્ષ અગાઉ ડાભેલના એક બારમાં અંધાધુંધ ફાયરિંગ કરાવી દમણના ભીમપોરમાં રહેતા અજય પટેલ અને ધીરજ પટેલની હત્યા કરાવવાનો ગંભીર આરોપ છે.
દમણમાં હત્યા કેસના આરોપીને કોર્ટમાં હાજર રહેવા પોલીસે માઈકથી એનાઉન્સ કર્યું
ડબલ મર્ડર કેસમાં પ્રમુખ સુરેશ પટેલ ઉર્ફે સુખાને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટે ભાગેડુ જાહેર કરી 13મી જાન્યુઆરીએ સવારે 10.30 કલાકે અથવા તે પહેલા કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે. કુંડ ફળિયા ભીમપોર દમણના રહીશ અને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા સામે નાની દમણ પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે. આ અગાઉ સુરેશ પટેલ સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરાયું હતું. પરંતુ આરોપી ઘરે ન મળતા તે વોરંટ સ્વીકારાયો ન હતો. જે બાદ સુરેશ ભાગતો ફરતો હતો.