ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ સાંસદે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રથમ બોલ રમી કરાવ્યો શુભારંભ - લાલુભાઇ પટેલ

શિયાળાની સીઝનમાં ગામેગામ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ગામ-ગામ વચ્ચે અને સમાજ-સમાજ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. જે અંતર્ગત દમણમાં હળપતિ સમાજની 40 ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ દમણ સાંસદના હસ્તે કરવામાં આવ્યો હતો.

દમણ સાંસદે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રથમ બોલ રમી કરાવ્યો શુભારંભ
દમણ સાંસદે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રથમ બોલ રમી કરાવ્યો શુભારંભ

By

Published : Dec 18, 2020, 8:14 PM IST

  • દમણમાં હળપતિ સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન
  • દમણ-ગુજરાતની 40 ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ
  • સાંસદ લાલુભાઈ પટેલે કરાવ્યો શુભારંભ
  • ટુર્નામેન્ટનો પ્રથમ બોલ રમી કરાવ્યો શુભારંભ

દમણઃ સંઘપ્રદેશ દમણમાં પરીયારી ગ્રામ પંચાયતના નાયલા પારડીમાં હળપતિ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટનું દમણના સાંસદ લાલુભાઇ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

દમણ સાંસદે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રથમ બોલ રમી કરાવ્યો શુભારંભ

નાયલા પારડી ખાતે હળપતિ સમાજની આ ટુર્નામેન્ટમાં દમણ અને ગુજરાતની હળપતિ સમાજની આશરે 40 ટીમો ભાગ લઈ રહી છે. સાંસદ લાલુભાઇ પટેલે ઉપસ્થિત તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રથમ બેટિંગ હાથમાં લઇને મેચનો પહેલો બોલ રમીને પ્રથમ મેચની શરૂઆત કરી હતી.

દમણ સાંસદે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રથમ બોલ રમી કરાવ્યો શુભારંભ

પુષ્પગુચ્છ આપી સાંસદનું સ્વાગત કર્યું

આ પ્રસંગે હળપતિ સમાજના પ્રમુખ વિક્રમ હળપતિ, ઉપપ્રમુખ ભાવિક હળપતિ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં હળપતિ સમાજના આગેવાનોએ સાંસદને પુષ્પાંજલી આપી સ્વાગત કર્યું હતું, આગેવાનોએ કાર્યક્રમમાં સમય ફાળવવા બદલ સાંસદનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details