ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના જાગૃતિ અંગે દમણ આરોગ્ય વિભાગે હોટલ એસોસિએશન સાથે બેઠક યોજી

સમગ્ર દેશમાં અનલૉક-1 દરમિયાન રેસ્ટોરન્ટ, હોટલ, મોલ અને મંદિરને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને દમણમાં પણ 8 જૂનથી શરતી મંજૂરી સાથે આ તમામ હોટલ ખુલી ગઈ છે. ત્યારે દમણ આરોગ્ય વિભાગે હોટેલ સંચાલકો સાથે કોરોના મહામારી અંગે વર્કશોપ યોજી કોવિડ-19 અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

કોરોના જાગૃતિ અંગે દમણ આરોગ્ય વિભાગે હોટલ એશોસિયેશન સાથે મીટીંગ કરી

By

Published : Jun 13, 2020, 8:26 PM IST

દમણ: અનલોક-1 હેઠળ મળેલી છૂટછાટની આડમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે પ્રશાસન આગોતરા પગલાં ભરી રહ્યું છે. જે અંતર્ગત દમણ આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ કમ્પલાયન્ટ્સ એન્ડ ડિસઇન્ફેક્શન પ્રેક્ટિસ હેઠળ હોટલ એસોસિએશન સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોટલને કેવી રીતે કોરોનાથી મુક્ત રાખવી, હોટલ પરિસરને ડિસઇનફેક્ટ કરવા માટે કઈ કઈ સાવધાનીઓ રાખવી તે અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને હોટલ સંચાલકોને મહત્વની જાણકારી આપવામાં આવી હતી.

કોરોના જાગૃતિ અંગે દમણ આરોગ્ય વિભાગે હોટલ એશોસિયેશન સાથે મીટીંગ કરી
હોટલ સંચાલકોને કોવિડ-19ના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલને અનુસરી પોતાના સ્ટાફ માટે કેવા પ્રકારના માસ્ક, સૅનેટાઇઝર, ગ્લોવ્ઝ અને પીપીઈ કીટનો ઉપયોગ કરવો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોટલમાં આવતા ગ્રાહકો અને સ્ટાફ માટે કોરોનાથી બચવા માટે કેવા પગલાં લેવા તે અંગેની માહિતી પણ હોટલ સંચાલકોને આપવામાં આવી હતી.

હોટલ સંચાલકોને દિવસમાં ત્રણ વાર હોટલના સૌથી વધારે ઉપયોગમાં આવતા દરેક વિસ્તારને સૅનેટાઇઝ કરવાની સલાહ પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ સાથે હોટલ મેનેજમેન્ટે દરેક ગ્રાહકનું રજીસ્ટ્રેશન પણ કરવાનું રહેશે અને તેની જાણકારી કલેક્ટરને પણ આપવાની રહેશે. કલેક્ટરની મંજૂરી મળ્યા બાદ જ જે તે ગ્રાહકને હોટલમાં આવવાની પરવાનગી આપવામાં આવશે.

હોટલમાં આવતા દરેક ગ્રાહકનું ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ અને સૅનેટાઇઝની પ્રક્રિયા કરવામાં આવશે. થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન જો ગ્રાહકનું ટેમ્પરેચર વધારે દેખાશે તો તેને હોટલમાં એન્ટ્રી આપવાને બદલે નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે. તો ગ્રાહકો સાથે હોટલના સ્ટાફે પણ નિયમોનું કડક પાલન કરવાનું રહેશે.

દમણની હોટલ મીરામારમાં યોજાયેલા આ સેમિનારમાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19ને વધતો અટકાવવા માટે લેવાતી તમામ સાવધાનીનો લાઈવ ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. જો કે કોરોનાના કહેર વચ્ચે પણ દમણમાં ધીરે-ધીરે સહેલાણીઓ આવી રહ્યા છે. જેમાં ગઈ કાલે કલેક્ટરની પરવાનગી બાદ 41 સહેલાણીઓને દમણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

દમણ એક પ્રવાસન સ્થળ હોવાથી અહીં બહારથી આવતા લોકોને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ ખૂબ વધારે હોવાથી હોટલ સંચાલકો પણ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા તમામ નિયમોનું કડક પાલન કરીને કોરોના સામેની લડાઈમાં પોતાનો સહયોગ આપે તે ખુબ જ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details