વાઈરલ વીડિયોમાં ગોપાલ ટંડેલનો એક યુવતી સાથેનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં ગોપાલ ટંડેલ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા હતાં.
બિભત્સ વીડિયો વાઈરલ થયા બાદ, દમણ-દીવના ભાજપ અધ્યક્ષનું રાજીનામું
દમણ: દમણ દીવના ભાજપના અધ્યક્ષ ગોપાલ ટંડેલે પોતાનું રાજીનામું આપી દીધું છે. જેને લઇને દમણ દીવના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા દમણ-દીવ ભાજપ અધ્યક્ષ ગોપાલ ટંડેલનો એક યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાઈરલ થયો હતો.
અશ્લીલ વીડિયો વાઈરલ થયા બાદ, દમણ-દીવના ભાજપ અધ્યક્ષનું રાજીનામું
ઉલ્લેખનીય છે કે, અશ્લીલ વીડિયો વાઈરલ થતા દમણ-દીવ ભાજપ પ્રમુખ ગોપાલ ટંડલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ગોપાલ ટંડેલે પોતાના રાજીનામાંનો પત્ર અમિત શાહને મોકલ્યો છે. રાજીનામા વાળી પ્રેસ નોટ દમણ ભાજપ મહામંત્રી વાસુ પટેલને મોકલી છે. આગામી દિવસોમાં દમણ-દીવ ભાજપ અધ્યક્ષ માટે રાજકાણ ગરમાશે.
સંઘ પ્રદેશમાં ગોપાલ ટંડેલની ગણતરી મોટા ગજાના વેપારી તરીકે થાય છે. તેઓ હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેમની એક દારૂની ફેક્ટરી પણ છે.
Last Updated : Nov 3, 2019, 8:27 PM IST