ગુજરાત

gujarat

By

Published : Jun 17, 2020, 7:45 PM IST

ETV Bharat / state

દમણમાં કોરોના કહેરઃ દમણ-સોમનાથ-ડાભેલ વિસ્તાર અને માર્ગ સીલ કરાયો

મંગળવાર સંઘપ્રદેશ દમણ માટે અમંગળ બન્યો હતો. એક જ દિવસમાં 5 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેથી હરકતમાં આવેલા દમણ તંત્રએ તમામ અસરગ્રસ્ત વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા સાથે દમણ અને સોમનાથને જોડતો ડી-માર્ટ સામેનો રોડ સીલ કરી દેવાયો છે તેમજ ડાભેલ-સોમનાથ વિસ્તારમાં રહેતા તમામ કંપની કર્મચારીઓ પર દમણના અન્ય વિસ્તારમાં જવા પર પ્રતિબંધ કરાયો છે.

daman corona update
daman corona update

દમણ: સમગ્ર લોકડાઉનમાં ચુસ્ત નાકાબંધી કર્યા બાદ પણ હવે દમણમાં એક પછી એક કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જેને લઈને પ્રશાસન વિવિધ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી સિલ કરી રહ્યું છે. જે અંતર્ગત દમણ અને સોમનાથને જોડતો ડી-માર્ટ સામેનો રોડ સીલ કરી દીધો છે. ડાભેલ-સોમનાથ વિસ્તારમાં રહેતા તમામ કંપની કર્મચારીઓ પર દમણના અન્ય વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

દમણ-સોમનાથ-ડાભેલ વિસ્તાર અને માર્ગ સીલ કરાયો

પ્રશાસન દ્વારા 4થી 5 દિવસ સુધી આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જે દરમિયાન આરોગ્ય વિભાગ સમગ્ર વિસ્તારમાં જ્યાં જરૂર પડશે ત્યાં લોકોના સેમ્પલ એકત્રિત કરશે અને કામદારોની માહિતી ભેગી કરશે. આ સાથે પોલીસ-પ્રશાસન દ્વારા ડાભેલ સોમનાથ વિસ્તારના દુકાનમાલિકો સાથે વિચાર વિમર્શ કરીને 5 દિવસ માટે તમામ દુકાનો પણ બંધ કરવાનો આદેશ કરાયો છે.

દમણ-સોમનાથ-ડાભેલ વિસ્તાર અને માર્ગ સીલ કરાયો

જો કે, સામાન્ય નાગરિકો અને આવશ્યક જરૂરી ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો માટે રોડ ખુલ્લો રાખવામાં આવ્યો છે. એટલે આ બ્લોકેજથી સામાન્ય જનજીવન નહીં ખોરવાય એવું હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.

પ્રદેશમાં મંગળવારે 5 કેસો આવતા માત્ર 7 દિવસમાં જ એક્ટિવ કેસની કુલ સંખ્યા 11 પર પહોંચી છે. ત્યારે દમણમાં કોરોનાની મહામારી વધુ ન કરે તે માટે દમણ પ્રશાસન અને આરોગ્ય વિભાગે પૂરતા પગલાં લેવા હવે જરૂરી થઇ પડ્યા છે. તો હજૂ પણ ઔદ્યોગિક એકમો પરની છૂટ લોકોમાં કોરોના વાઇરસ વકરવાની દહેશત જન્માવી છે.

ABOUT THE AUTHOR

...view details