- ઘરમાં LPG સિલિન્ડરમાં લાગી આગ
- લોકોએ ભીના કોથળા નાખી કાબુ મેળવ્યો
- લોકોએ તાળીઓ પાડી આનંદ વ્યક્ત કર્યો
દમણ: ઘરમાં LPG સિલિન્ડરમાં આગ લાગી, યુવાનોએ કંતાનો દ્વારા ઓલવી - Fire
દમણના ઘાંચીવાડ વિસ્તારમાં એક ઘરમાં LPG ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ગેસ સિલિન્ડરને ઘર બહાર રસ્તામાં ફંગોળી તેના પર ભીના કોથળા નાખી તેને બુઝાવવામાં આવ્યો હતો. સિલિન્ડરની આગ બુઝાઈ જતા લોકોએ તાળીઓ પાડી આનંદ વ્યક્ત કર્યો હતો.
દમણ: ઘરમાં LPG સિલિન્ડરમાં આગ લાગી, યુવાનોએ કંતાનો દ્વારા ઓલવી
દમણ :- દમણમાં એક ઘરમાં LPG સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને જોઈને ઘર માલિકે સિલિન્ડરને જાહેરમાં રસ્તા પર ફંગોળ્યો હતો. આગની જ્વાળા સાથે સિલિન્ડર રસ્તામાં પડ્યો હોવાનું જોતા આસપાસના સ્થાનિક લોકોએ ભીના કોથળા નાખી આગ પર કાબુ મેળવ્યો હતો. LPG ગેસ સિલિન્ડર આગ મામલે કોઇ જાનહાનિનો મામલો સામે આવ્યો નહોતો.