દાદરા નગર હવેલીના કલેકટર તરીકે પોતાની ઉત્તમ કામગીરી કરી લોકચાહના મેળવી છે. કલેકટર કન્નન ગોપીનાથનની કલેકટરને પદ પરથી બદલી કરી દાદરા નગર હવેલી, દમણ અને દીવના ઉર્જા સચિવનો હવાલો સોંપાયો છે. આ બદલીના ઓર્ડર બાદ કલેકટર કન્નન ગોપીનાથને ટ્વીટર પર બે ઓર્ડર લેટરના ફોટા સાથે એક ટ્વીટ કર્યુ હતું કે, એક હોદ્દા પર કેટલા ભારણ સાથે કામ કરવું પડે છે. જાણે એક ઇલેક્ટ્રિક મશીનની જેમ બધો ભાર ઊચકતું હોય. આમ, કલેક્ટરનું આ ટ્વીટ ઘણું બધું કહી જાય છે.
દાદરા નગર હવેલીના કલેક્ટરે બદલી થતાં કર્યુ રમૂજી ટ્વીટ - Gujarat
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલે પ્રશાસનિક અધિકારીઓની આંતરિક બદલી કરી છે. ત્યારબાદ દાદરા નગર હવેલીના કલેકટર કન્નન ગોપીનાથને એક રમુજી ટ્વીટ કર્યુ છે. જેને લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કલેકટર કન્નન ગોપીનાથે દાદરા નગર હવેલીના કલેકટર તરીકેની જવાબદારી ઉપરાંત મેનેજીંગ ડિરેકટર, SC&ST/OBC ફાયનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, મેનેજીંગ ડિરેકટર, DNH પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ, સેક્રેટરી DNH સોશ્યલ વેલ્ફેર, વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ, સેક્રેટરી કમ કમિશ્નર DNH લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, ટ્રાયબલ વેલ્ફેર, કમિશનર GST, EXCISE, VAT, ચેરપર્સન પોલીસ કમ્પ્લેઈન્ટ ઓથોરીટી, ડિરેકટર GAD&પ્રોટોકોલ, public grievances, maines, અર્બન ડેવલોપમેન્ટ, નગરપાલિકા પ્રશાસન, સોશ્યલ વેલ્ફેર, ચેરમેન PDA DNH રજીસ્ટર કો-ઓપરેટિવ સોસાયટી અને મેમ્બર સેક્રેટરી પોલ્યુશન કંટ્રોલ કમિટી સહિતના વિવધ વિભાગો પર કન્નન ગોપીનાથને પોતાની જવાબદારી નિભાવવાની હતી.
પરંતુ હવે તેમને માત્ર મેનેજીંગ ડિરેકટર DNH પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ, એગ્રિકલ્ચર, સોઈલ કન્ઝર્વેશન & હોર્ટિકલચર, એનિમલ હસબન્ડરી & વેટરનરી સર્વિસની જવાબદારી જ નિભાવવાની રહેશે. જેથી વધારાનો બોજ સહન કરવો પડશે નહીં. જેથી તેમણે આ રમુજી ટ્વીટ કર્યુ હતું. જેને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.