ઉલ્લેખનીય છે કે, વલસાડ SOG અને LCBની ટીમે સલીમ મેમણની ધરપકડ કર્યા બાદ તેમની આકરી પૂછપરછ હાથ ધરી છે. વ્યાજે નાણાં આપી રિવોલ્વર બતાવી ધમકી આપી મિલ્કત પોતાના નામે કરવાના ગુનામાં પકડાયેલા આરોપી સલીમ મેમણને વલસાડ પોલીસે તેમના વિવિધ સ્થળો પર લઈ જઈ તપાસ હાથ ધરી છે.
રિવોલ્વરની અણીએ વ્યાજે આપેલા નાણાં વસૂલ કરનાર દમણ પાલિકા સભ્યની ધરપકડ - revolver
વલસાડઃ દમણ નગરપાલિકાના સભ્ય અને બિલ્ડર સલીમ મેમણની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી છે. વાપીના ખમણ હાઉસના વેપારીએ સલીમ મેમણ સામે રિલોલ્વરની અણીએ વ્યાજે આપેલા નાણાં વસૂલ કરવાનો અને મિલ્કત લખાવી લેવાનો આરોપ મુક્યો છે.
રિવોલ્વરની અણીએ વ્યાજે આપેલા નાણાં વસૂલ કરનાર દમણ પાલિકાના સભ્યની ધરપકડ
જે અંતર્ગત શુક્રવારે સલીમ મેમણને લઈને વલસાડ પોલીસે દમણમાં જે બેંકમાં તેમના એકાઉન્ટ છે. તે બેંકમાં તેમજ તેમના ઘરે છાપો મારી તપાસ હાથ ધરી હતી. સલીમ મેમણ લક્ઝુરિયસ કારમાં ફરતો હોય તેમની કારને પણ પોલીસે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. સલીમ મેમણ વિરૂદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં બે બે ગુના નોંધાતા દમણનું રાજકારણ ગરમાયુ છે.