- દમણમાં કોરોના વોર્ડમાં રેડિયો સુવિધા ઉભી કરાઈ
- દર્દીઓ રેડિયો સાંભળી મનને પ્રફુલ્લિત રાખી રહ્યા છે
- જુના નવા ફિલ્મી ગીતોનો આનંદ માણે છે
દમણ : કોરોના કાળમાં કોવિડ વોર્ડમાં રહેલા દર્દીઓને મનોરંજન મળી રહે. આસપાસના વિસ્તારની સાચી માહિતી મેળવી શકે. પરીવારથી દૂર કોવિડ વોર્ડમાં મનને પ્રફુલ્લિત રાખી શકે તેવા ઉદ્દેશ્યથી દમણમાં ઉભા કરેલા ટાયર-1 અને ટાયર-2માં દર્દીઓને રેડિયો પર જુના નવા ફિલ્મી ગીતો, સમાચારો સંભળાવવામાં આવી રહ્યા છે.
સામાજિત સંસ્થાએ ઉભી કરી સેવા
દમણમાં સ્ટેપ અપ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા દમણના કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે રેડિયો સુવિધા ઉભી કરી છે. દર્દીઓ કોવિડ વોર્ડમાં ચિંતામુક્ત રહે તણાવમુક્ત બને તે માટે આ નવતર પહેલ અમલમાં મૂકી છે. જેને ખુબજ સારી સફળતા મળી છે. રેડિયો પર જુના નવા ફિલ્મી ગીતો, આસપાસના સમાચારોથી દર્દીઓ જલ્દી સાજા થઈ રહ્યા છે.
આ મ્યુઝિક થેરેપીથી દર્દીઓ જલ્દી સાજા થઈ રહ્યા છે: તબીબ
રેડીઓ સુવિધા વાળા કોવિડ સેન્ટર અંગે તબીબોએ જણાવ્યું હતું કે, દમણના ટાયર-1 અને 2 કોવિડ વોર્ડમાં રેડિયો સાંભળતા દર્દીઓના ચહેરાઓ ઉપર મુસ્કાન આવી છે. આકાશવાણી અને વિવિધ ભારતીના ગીતો સાંભળી દર્દીઓ પોતાને નાચવાથી રોકી શકતા નથી.