દમણ: સેલવાસના દાદરા ખાતે શ્રી નકોડા એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. જેના મોહનલાલ કેશુરામ માલી, પ્રમીલા મોહનલાલ માલી, નિર્મલા રમેશ દોશી અને રિતેશ રમેશ દોશી ચાર પાર્ટનર હતા. ચારેયની અંદરોઅંદરની સમજૂતી બાદ બે પાર્ટનર નિર્મલા અને રિતેશ અલગ થયા હતા. જેઓના ભાગે ડુંગરાની મિલકત આવી હતી. જ્યારે મોહનલાલ અને તેમની પત્ની પ્રમિલા માલિના નામે શ્રી નકોડા એન્ટરપ્રાઇઝ નામની કંપની આવી હતી. તેમને 1.10 કરોડ રૂપિયા રિતેશ દોશીને આપવાના નીકળતા હતાં. જેમાંથી 35 લાખ રૂપિયા આપ્યા બાદ બચેલા 77 લાખ રૂપિયામાંથી 2 લાખ રૂપિયા આપી દીધા હોવાનું અને 75 લાખ રૂપિયા આપવા માટે જ્યારે બેન્કમાં લોન લેવા ગયા ત્યારે તેમના નામે પહેલેથી જ 48 લાખ રૂપિયાની લોન બોલતી હોવાનું જાણવા મળતા અને એ લોનમાં પોતાની અને પત્નીની સહી જોતા આ સહી તેમણે ન કરી હોવાનું જણાવી લોન તેમની જાણ બહાર રિતેશે લીધી હોવાની ફરિયાદ નોંધાવી છે.
સેલવાસમાં ભાગીદારીના ધંધામાં 1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ - સેલવાસમાં ભાગીદારીના ધંધામાં 1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ પોલીસ મથકમાં ભાગીદારીના ધંધામાં એક પાર્ટનરે બીજા પાર્ટનર વિરુદ્ધ 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સેલવાસના દાદરા ખાતે આવેલી શ્રી નકોડા એન્ટરપ્રાઇઝ નામની કંપનીના એક પાર્ટનરે પોતાની બનાવટી સહી કરી બીજા પાર્ટનરે દગો કર્યાની ફરિયાદે પોલીસ તપાસ હાથ ધરાતા સહીના નમૂના પૃથક્કરણ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ચારેય પાર્ટનરના સહીના નમૂના ખોટા પડતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે.
પોલીસ પણ આ મુદ્દે આંતરિક જણાવી સંપૂર્ણ તપાસ કર્યા અગાઉ કાંઈ બોલવા તૈયાર નથી. જ્યારે બીજી તરફ ફરિયાદી મોહન માલી રિતેશ દોશી પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાની તેમજ ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હોવાનું જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે જે રીતે મોહન માલીએ રિતેશ દોશી સામે ખોટી સહી કરી HDFC બેન્કમાંથી લોન લીધી હોવાની ફરિયાદ નોંધાવી છે એવી જ ફરિયાદ રિતેશે મોહન માલી વિરુદ્ધ એકાદ વર્ષ પહેલાં કરી હતી. જેમાં મોહન માલીએ રિતેશની જાણ બહાર 1.05 કરોડની લોન PNB માંથી લીધી હતી. જેનો નિકાલ અંદરો-અંદરની સમજૂતી કરવામાં આવ્યો હતો.