ગુજરાત

gujarat

ETV Bharat / state

Chikoo Festival: વોકલ ફોર લોકલની થીમ પર બોરડીમાં ચીકુ ફેસ્ટિવલ,મુલાકાતીઓએ માણ્યો ચીકુના મુખવાસનો સ્વાદ

વોકલ ફોર લોકલની થીમ પર બોરડીમાં ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય ચીકુ ફેસ્ટિવલ આયોજનમાં 220 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ ફસ્ટિવલમાં ગુજરાતના લોકો તો હતા જ પરંતુ, મહારાષ્ટ્રના લોકો પણ હતા.ચીકુ ફેસ્ટિવલમાં 150 જેટલી અનોખી અને અવનવી ખાદ્યચીજો માત્ર ચીકુથી બનાવેલી રાખવામાં આવી હતી.

વોકલ ફોર લોકલની થીમ પર બોરડીમાં ચીકુ ફેસ્ટિવલ
વોકલ ફોર લોકલની થીમ પર બોરડીમાં ચીકુ ફેસ્ટિવલ

By

Published : Feb 20, 2023, 2:15 PM IST

Updated : Feb 20, 2023, 4:34 PM IST

Chikoo Festival

દમણ:ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રનાં બોરડી ગામે 2 દિવસીય ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વોકલ ફોર લોકલની થીમ પર આયોજિત આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુમાંથી બાનાવેલ 150 જેટલી ખાદ્ય ચીજવસ્તુઓના તેમજ અન્ય સાજ શણગાર, ખાણીપીણીના મળી 220 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ગુજરાત મહારાષ્ટ્રના લોકો આ ફેસ્ટિવલની મુલાકાતે આવે છે.

અનોખી મીઠાસને કારણે દેશ:વિદેશમાં ઘોલવડ-દાહણુંના ચીકુની ખૂબ માંગ છે. ત્યારે, ચીકુમાથી બનતી અન્ય વેરાયટીને પણ લોકો જાણે, સ્થાનિક ગ્રામ્ય સંસ્કૃતિને, ખેતીક્ષેત્રે ખેડૂતોને પ્રોત્સાહન મળે, પ્રકૃતિ પ્રત્યે લોકો જાગ્રુત બને તેવા ઉદ્દેશ્યથી મહારાષ્ટ્રના બોરડી ખાતે 2 દિવસીય ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડના ઉમરગામને અડીને આવેલું મહારાષ્ટ્રનું બોરડી ગામ તેમના GI ટેગ મેળવેલા ચીકુ માટે દેશભરમાં જાણીતું છે. અહીં સુંદર દરિયા કિનારો છે. તો, ચીકુવાડીઓ, આંબાવાડીઓ સાથે ખેતીને પ્રોત્સાહન આપતા ખેતીના આધુનિક ફાર્મ છે. સ્થાનિક લોકોની કઈંક નોખી અનોખી સંસ્કૃતિ છે. જેના જતન માટે અને પ્રકૃતિ, ખેડૂતો, ખેતી અને સંસ્કૃતિનો પરિચય કરાવવા દર વર્ષની જેમ આ વર્ષે 9માં ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો માનવામાં ન આવે પણ હકીકત છે કે, વાપી રેલવે સ્ટેશન એક સમયે દમણ રોડ હતું

સાહસિકોને ઉદ્યોગ મળે:ચીકુ ફેસ્ટિવલના આયોજન અંગે Rural Entrepreneur વેલફેર ફાઉન્ડેશનના સભ્ય એવા આષે સાવે એ જણાવ્યું હતું કે, વર્ષ 2013થી દર વર્ષે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. 2 વર્ષ કોરોના પિરિયડમાં તેનું આયોજન થયું નહોતું.

આ વર્ષે આ 9મો ચીકુ ફેસ્ટિવલ છે. જેમાં 220 સ્ટોલ છે. સ્થાનિકોને રોજગારી મળે તેમની પ્રોડક્ટ ઘરઆંગણે વેંચી શકે તે માટે રાહતદરે સ્ટોલ આપવામાં આવ્યા છે. જેમાં લોકો પોતાના ઉત્પાદનોનું વેંચાણ-પ્રદર્શન કરે છે. સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ મળે છે.--આષે સાવ

આ પણ વાંચો Daman news: દમણમાં જિલ્લા પંચાયતના પ્રમુખની હપ્તા માંગવાના પ્રકરણમાં પોલીસે કરી ધરપકડ

પ્રોસેસિંગ યુનિટની:બે દિવસીય ચીકુ ફેસ્ટિવલમાં ચીકુ પ્રોડક્ટનું વેચાણ પ્રદર્શન યોજવામાં આવે છે. ચીકુ પિકલ્સ, ચીકુ પાવડર, ચીકુ ચિપ્સ, ચીકુની મીઠાઈ સાથે અહીં અન્ય ચીજવસ્તુઓની મુલાકાતીઓ ખરીદી કરે છે. વેજ-નોનવેજ ફૂડની જયાફત માણે છે. ચીકુમાથી વાઈન પણ બનતો હોય ફેસ્ટિવલમાં ઉદ્યોગ સાહસિકોને તેમજ મુલાકાતીઓને તેની માહિતી-માર્ગદર્શન આપવા પ્રોસેસિંગ યુનિટની મુલાકાતે લઈ જવાય છે.

અલગ અલગ પ્રોડક્ટ:વર્ષ 1997થી ચીકુમાથી ચીકુનું અથાણું, મુખવાસ, પાવડર બનાવી તેનું વેંચાણ કરી રોજગારી મેળવતા જ્યોતિ અમોલ પાટીલે જણાવ્યું હતું કે, બોરડી ગામના ચીકુ વિશ્વભરના જાણીતા છે. વર્ષ 1997 માં તેમના સાસુએ રિસર્ચ કરીને ચીકુ સુકવી તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી છે. જે પ્રોડક્ટનું તેઓ વેચાણ કરે છે. તમામ પ્રોડકટને ખૂબ જ સારો પ્રતિસાદ મળતા મહિલાઓને રોજગારી આપતો ગૃહ ઉદ્યોગ શરૂ થયો છે. ગુજરાત-મહારાષ્ટ્રમાંથી અહીં આવતા પ્રવાસીઓ આ વેરાયટીઓ અચૂક ખરીદે છે.

વેરાયટીઓનો ફેસ્ટિવલ છે:ચીકુ ફેસ્ટિવલનું આયોજન વિવિધ સ્થાનિક સંસ્થાઓ, દાતાઓનાં માધ્યમથી કરવામાં આવે છે. આ વર્ષે બેસ્ટ ફ્રોમ વેસ્ટ (Best From Waste)નીં થીમ આધારિત સજાવટ સાથે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં સ્થાનિક લોકો તેમના ઉત્પાદનો, કલાકૃતિઓનું વોકલ ફોર લોકલના ધોરણે વેંચાણ કમ પ્રદર્શન કરે છે. બે દિવસીય ફેસ્ટિવલ મુખ્યત્વે ચીકુ ફળમાથી બનતી વિવિધ પ્રકારની વેરાયટીઓનો ફેસ્ટિવલ છે. જેનાં વેચાણ માટે ખાસ ચીકુ પવેલીયન પોઇન્ટ ઉભો કરવામાં આવ્યો છે. ફેસ્ટિવલમાં સ્થાનિક ખેડૂતો અને બાગાયતક્ષેત્રે સંકળાયેલા લોકો માટે કૃષિધન અને પ્રદર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચીજોનો સ્વાદ ચાખે છે:ચીકુ ફેસ્ટિવલમાં આવનારા પર્યટકો સ્થાનિક સંસ્કૃતિની ઝલક માણી શકે તે માટે સ્થાનિક કલાકારોને બોલાવ્યા છે. જેઓ તેમની અલગ અલગ કલાકૃતિઓ રજૂ કરી મુલાકાતીઓનું મનોરંજન કરી રહ્યા છે. માટીનાં વાસણો, વાંસની વેરાયટીઓ, હસ્તકલા, વ્યંગ ચિત્રો જેવી ચીજવસ્તુઓના વેંચાણ માટે પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. આયોજકોએ જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા ચીકુ ફેસ્ટિવલમાં ભારતભરમાથી દોઢ લાખ જેટલા પર્યટકો આવે છે. જેઓ વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવા સાથે, ચીકુ સહિતની વેરાયટીમાંથી બનેલી ખાદ્ય ચીજોનો સ્વાદ ચાખે છે.

લોકોમાં અનેરૂ આકર્ષણ:ઉલ્લેખનીય છે કે, ચીકુ એટલે બારે માસ મળતું મીઠું મધુરું અને સૌનું પ્રિય ફળ. ચીકૂમાંથી 150 જેટલી અનોખી અને અવનવી ખાદ્યચીજો બની શકે છે. જેનો ટેસ્ટ કેટલો મીઠો છે! તે જાણવું હોય તો એકવાર ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર બોરડી ગામે યોજાતા ચીકુ ફેસ્ટિવલની મુલાકાત અવશ્ય લેવી પડે. જેમાં ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ, ચીકુમાંથી બનાવેલી અવનવી ખાદ્યચીજો, વારલી પેઇન્ટિંગ અને મહિલાઓ માટેના સાજ શણગારની ચીજવસ્તુઓ લોકોમાં અનેરૂ આકર્ષણ ઉભુ કરે છે.

Last Updated : Feb 20, 2023, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details