સેલવાસમાં રવિવારે બપોરે સેલવાસ લેખાભવન પાછળ સર્વે નંબર 113/2/7 બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 110 નંબરના ગાલામા આવેલ શ્રીજી ટ્રેડિંગમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો. જેમાં બે કામદારોના મોત નિપજયા હતા. નેઇલ પોલિશ બનાવતી શ્રીજી ટ્રેડિંગ કંપનીમાં આ બ્લાસ્ટ નેઇલ પોલિશના કેમિકલમાં થયો હતો. બ્લાસ્ટ બાદ અચાનક આગ લાગતા તેમાં બે કામદારો શેરસીઘ અને અશોક કુમાર દાઝ્યા હતાં. આગની ઘટના બનતા તાત્કાલિક સેલવાસ ફાયરને જાણ કરવામાં આવી હતી. અને ગંભીર રીતે દાઝેલા કામદારોને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં તેમના મોત નિપજયા હતા.
સેલવાસની કંપનીમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત - DMN
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી શ્રીજી ટ્રેડિંગમાં નખ પોલિશના કેમિકલમાં બ્લાસ્ટ અને આગની ઘટના બનતા બે કામદારોના મોત નિપજયા છે. કેમિકલ બ્લાસ્ટ બાદ ફાટી નીકળેલી આગને કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્પોટ ફોટો
બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બ્લાસ્ટ સાથે આગની ઘટના બનતા આ વિસ્તારમાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. આગને મહા મહેનતે ફાયરના જવાનોએ ફોમ અને પાણીના મારા સાથે બુઝાવી હતી. આગને કારણે કંપનીમાં પણ લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વનું છે કે, જ્યારે બ્લાસ્ટનું કારણ જાણવા મળ્યું નહોતું.
Last Updated : Apr 7, 2019, 10:44 PM IST