ગુજરાત

gujarat

ETV Bharat / state

Vapi Crime: ફ્લેટની આકારણી મામલે 1 લાખની લાંચની સ્વીકારનારા લાંચિયાઓને ACB એ પકડ્યા - Chandor village

વાપી તાલુકાના ચંડોર ગામે ACBએ ગોઠવેલ છટકામાં ગામની મહિલા સરપંચ અને તેનો પતિ સપડાયા છે. સરપંચ મહિલા અને તેના પતિને ACB ની ટીમે 1 લાખની લાંચ ની રકમ સાથે ઝડપી પાડ્યા છે. બન્ને એ ફ્લેટની આકારણી માટે ફરિયાદી પાસે 2.50 લાખની લાંચ માંગી હતી. જે બાદ એક લાખની રકમ સ્વીકારતી વખતે ACB એ દબોચી લીધા હતાં.

ફ્લેટની આકારણી મામલે લાંચની 1 લાખની રકમ સ્વીકારનારા ચંડોર ગામના મહિલા સરપંચ અને પતિ ACB ના સિકંજામાં
ફ્લેટની આકારણી મામલે લાંચની 1 લાખની રકમ સ્વીકારનારા ચંડોર ગામના મહિલા સરપંચ અને પતિ ACB ના સિકંજામાં

By

Published : Jun 20, 2023, 11:30 AM IST

વાપી:વાપી તાલુકાના ચંડોર ગામના સરપંચ દંપતીને ACB એ 1 લાખની લાંચની રકમ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલ બંને લાંચિયા આરોપીઓમાં મહિલા ગામની સરપંચ હોય, એક ફ્લેટ ધારક ફ્લેટની આકારણી કરવા આવ્યો હતો. જેની પાસે અઢી લાખની લાંચની માગ કર્યા બાદ 1 લાખની રકમ સ્વીકારવા જતા સરપંચના પતિ અને મહિલા સરપંચ ACB ના છટકામાં સપડાઈ ગયા હતા. ACBના છટકામાં સરપંચ દંપતી સપડાયું.

" ACB સુરત એકમના મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી એ. કે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વાપીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં વાપી સુરત-મુંબઇ ને.હા.નં.48 ની બાજુમાં આવેલ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાના પાર્કિગમાં એક જાગૃત નાગરીક પાસેથી 1 લાખની લાંચની રકમ સ્વીકારતા ચંડોર ગામના મહિલા સરપંચ મયુરીબેન મુકેશભાઈ ભુલાભાઈ પટેલ, અને મુકેશભાઈ ભુલાભાઈ પટેલને ACB ની ટીમે ઝડપી પાડી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે"-- કે. આર. સક્સેના ( ACB PI અને ટ્રેપિંગ અધિકારી)

1 લાખ લેવા જતા સપડાયા: પકડાયેલ સરપંચ દંપતીએ આ કામના ફરીયાદી જે વાપી તાલુકાના ચંડોર ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલ હનુમંત રેસીડેન્સીમાં ફ્લેટ રાખેલ છે. જે ફ્લેટની આકારણી કરવા માટે પ્રથમ 2.50 લાખની લાંચ માંગી હતી. મહિલા સરપંચના કહેવાથી પતિએ ફરીયાદી પાસે 2.50 લાખની માંગણી કર્યા બાદ ફરીયાદી પાસે હાલ 1 લાખ રૂપિયા હોય તે આપી બાકીની રકમ પછી આપવાનું જણાવ્યું હતું.

ACB એ વધુ તપાસ: જો કે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય તેમણે ACB માં ફરિયાદ કરી હતી. જે ફરિયાદ આધારે ACB સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. જે મુજબ મહિલા સરપંચનો પતિ નિયત સ્થળે લાંચના રૂા.1 લાખ ફરીયાદી પાસેથી સ્વીકારી હેતુલક્ષી વાતચીત કરી સરપંચ પત્ની સાથે ટેલીફોન ઉપર સહમતી આપી રહ્યો હતો તે દરમ્યાન સ્થળ પર પકડાઈ ગયો હતો. જે બાદ ACB ની ટીમે મહિલા સરપંચને પણ ઝડપી પાડી હતી. હાલ બન્ને પતિ-પત્નીને અટકમાં લઈ ACB એ વધુ તપાસ હાથ ધરી છે.

  1. Vapi Crime : માથાભારે રીક્ષાચાલકે મહિલા અને પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું, કેવો પાઠ ભણાવાયો જૂઓ
  2. Vapi News : 4.40 કરોડના ખર્ચે ઘાંચીયા તળાવના વિકાસનું ખાતમુહૂર્ત કરી નાણાપ્રધાને સત્તાધીશોને કરી ટકોર

ABOUT THE AUTHOR

...view details