ગુજરાત

gujarat

ETV Bharat / state

માતૃવંદનામાં કેન્દ્રીયપ્રધાન રેણૂકાસિંઘ સરુતાઃ અહીં પણ કેરળ જેવો સ્ત્રી જન્મદર હોવો જોઇએ - ગુજરાત

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં મહિલા દિન નિમિત્તે માતૃવંદના શીર્ષક હેઠળ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જનજાતિય વિકાસ રાજ્યમંત્રી રેણુકા સિંહ સરૂતાની વિશેષ ઉપસ્થિતિ હતી. પોતાના વક્તવ્યમાં રેણુકા સિંઘે જણાવ્યું હતું કે કેરળમાં સૌથી વધુ મહિલાઓ છે. દાદરા નગર હવેલીમાં મહિલા પુરુષના પ્રમાણમાં ખૂબ જ મોટું અંતર છે ત્યારે આ પ્રદેશમાં પણ 1000 પુરુષોની સામે 1000 મહિલા હોય તે માટે મહિલાઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે.

માતૃવંદનામાં કેન્દ્રીયપ્રધાન રેણૂકાસિંઘ સરુતાઃ અહીં પણ કેરળના જેવો સ્ત્રી જન્મદર હોવો જોઇએ
માતૃવંદનામાં કેન્દ્રીયપ્રધાન રેણૂકાસિંઘ સરુતાઃ અહીં પણ કેરળના જેવો સ્ત્રી જન્મદર હોવો જોઇએ

By

Published : Mar 7, 2020, 4:28 PM IST

સેલવાસઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા ગાયત્રી મંદિર મેદાન ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માતૃ વંદના કાર્યક્રમમાં કેન્દ્રીય જનજાતિય વિકાસ રાજ્યપ્રધાન રેણુકા સિંહ સરૂતાની ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશમાં થયેલા વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળકો માટે આંગણવાડી, વિદ્યાર્થીઓ માટે સાયકલ, લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૂર્યોદય આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને ઘરની ચાવી સુપ્રત કરવામાં આવી હતી.

માતૃવંદનામાં કેન્દ્રીયપ્રધાન રેણૂકાસિંઘ સરુતાઃ અહીં પણ કેરળના જેવો સ્ત્રી જન્મદર હોવો જોઇએ

તો ખેડૂતોને જંગલ જમીનના અધિકાર અંતર્ગત પાકમાં થયેલ નુકશાનનું વળતર સહિતના લાભોના ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં. તેમ જ ટીબી અને સિકલસેલની સારવાર માટે હોસ્પિટલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમમાં મહિલાઓને મંચ પર સ્થાન આપવા બદલ પ્રશાસનનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ, આરોગ્ય, નગરપાલિકા, સચિવાલય, કલેકટોરેટમાં કામ કરતી મહિલા અધિકારીઓને મંચ પર સ્થાન આપી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે રેણુકા સિંગે જણાવ્યું હતું કે દેશને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવો હોય તો તે માટે મહિલાઓનો વિકાસ કરવો મહત્વનો છે. પુરૂષો અને મહિલાઓ એકસાથે ચાલશે તો જ દેશ અને સમાજનો વિકાસ થશે.

કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલ પટેલ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર દમણ-દીવના સાંસદ લાલુ પટેલ સહિત દમણ દાદરાનગર હવેલીના રાજકીય પદાધિકારીઓ અધિકારીઓ અને આમ જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

ABOUT THE AUTHOR

...view details