સંઘપ્રદેશમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ અને ગેરકાયદે હેરાફેરી વિરોધી દિવસન મનાવ્યો - International Day Against Drug Abuse
સેલવાસ : આરોગ્ય સેવાના નિયામક દ્વારા 26મી જૂનના "International Day Against Drug Abuse & Illicit Trafficking ની દાદરા નગર હવેલીની વિવિધ શાળાઓ અને કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હતી.
![સંઘપ્રદેશમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ અને ગેરકાયદે હેરાફેરી વિરોધી દિવસન મનાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3677864-816-3677864-1561624887169.jpg)
આજની ભાગદોડ ભરી જીંદગીમાં કેટલાક લોકો તણાવમાંથી મુક્તિ મેળવવા માટે તો તેમાં ઘટાડો કરવા માટે નશીલા પદાર્થો અને દવાઓનો સહારો લેવા માંડ્યા છે. જે કેટલાક સમય બાદ તે વ્યક્તિને તેના વ્યસની બનાવી દે છે. જેને બાદમાં છોડી શકાતું નથી આ વાતને ધ્યાનમાં રાખી તબીબી અને આરોગ્ય સેવાના નિયામક દ્વારા 26મી જૂનના "International Day Against Drug Abuse & Illicit Trafficking ની દાદરા નગર હવેલીની વિવિધ શાળાઓ અને કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત જ્યાં એક તરફ તમામ આરોગ્ય કેન્દ્ર પર નશીલા પદાર્થોના દુષ્પરિણામ અને તેમાંથી મુક્તિ માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેની બીજી તરફ પ્રદેશના યુવાનોમાં વધી રહેલી નશાની આદતોમાં ઘટાડો લાવવા સ્કૂલ અને કોલેજોમાં પણ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામથી અવગત કરાયા હતા.