દિવાળીનો તહેવાર એટલે ફટાકડાનો તહેવાર, એક તરફ મંદી, ફટાકડા ફોડવા માટે સમયની પાબંદી અને વરસાદી માહોલને કારણે ફટાકડાના વેપારીઓ અને ગ્રાહકો મુંઝવણમાં મુકાયા હતાં. દિપાવલીના સપ્તાહ પૂર્વે 60થી 70 ટકા ખરીદીની સામે આ વખતે દિવાળીના ગણતરીના કલાકો દરમિયાન જ સારો ટ્રાફીક જોવા મળ્યો હતો.
વાપીમાં વરસાદી માહોલ અને મંદી વચ્ચે દિવાળીના છેલ્લા દિવસે ફટાકડા માર્કેટમાં ધસારો
વાપીઃ દિવાળી પર્વની જોરશોર તૈયારીઓ વચ્ચે ફટાકડા બજારમાં પણ મંદીના માર બાદ અચાનક તેજીનો તણખો જર્યો છે. દિવાળીના બે દિવસ પહેલા વરસાદી માહોલ વચ્ચે ફટાકડા વિક્રેતાઓ પાસે ફટાકડા ખરીદતા ગ્રાહકો ગાયબ થઇ ગયા હતાં.
દિવાળીના મહાપર્વમાં મીઠાઈ, કપડા, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ સાથે જો ફટાકડાની ખરીદી ન થાય તો દિવાળી પર્વ અધરૂ ગણાય, એટલે જ દર વર્ષે દિપોત્સવી પર્વમાં ફટાકડા બજારમાં તેજી પ્રવર્તતી હોય છે. સમગ્ર દેશમાં દિપોત્સવી પર્વનાં સૂર્યાસ્ત બાદ આકાશ રંગબેરંગી આતશબાજીથી છવાઈ જાય છે. ઘરોઘર ફટાકડાના અવાજ ગુંજી ઉઠે છે. જમીન ચક્કર, ભંભુ, ફૂલઝરી, સૂતરી બોમ્બ, રોકેટ વગેરે પ્રકારના ફટાકડા લોકોનાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પરંતુ, વેપારીઓના મતે આ વર્ષે દિવાળીમાં ફટાકડા બજારમાં નવી વેરાયટી હોવા છતા મંદી અને વરસાદે વેપારીઓને ચિંતામાં મૂક્યા હતાં.