આઝાદીના આટલા વર્ષો બાદ પણરૂદાનાગામના 25જેટલા ઘર એવા છે કે, જ્યાં લાઈટના થાંભલા તો નાખવામાં આવ્યા છે. પરંતુ, તેમના ઘરમાં અજવાળુ કરતી લાઈટ ઉપલબ્ધ નથી. આ ગામમાં આજે પણ ગંદુ અને દૂષિત પાણી ટેન્કર વાટે પહોંચાડવામાં આવે છે.એ પણ એવું કે જ્યાં એક તરફ પશુઓ પાણી પીતા હોય અને તેનું એઠું પાણી ત્યાંના ગામલોકો પોતાના પીવા માટે ભરતા હોય છે.
રૂદાનાગામ દાદરાનગર હવેલીના મુખ્યમથક કહેવાતા સેલવાસથી માત્ર 25 કિલોમીટર દૂર છે અને 25 કિલોમીટર દૂર જ ભાજપનોગાંડોથયેલો વિકાસ પડ્યો છે. જો કે, આ ગામમાં લાઇટ અને પાણીની સિવાયગામના એવા કેટલા યુવાનો છે કે જે 12માં ધોરણસુધી કે ગ્રેજ્યુએટ સુધી ભણેલા છે. છતાં પણ શિક્ષિત બેરોજગાર છે. શિક્ષિત બેરોજગારીના દુઃખમાં દારૂ અને અન્ય વ્યસનના રવાડે ચડી ગયા છે.
ગામના યુવાનોનું કહેવું છે કે, અમારા ગામમાં પાણીની અને લાઈટની સમસ્યા તો વર્ષો જૂની સમસ્યા છે. આ અંગે અમે અનેકવાર અહીંયાના સ્થાનિક નેતાઓને અને પ્રશાસનને લેખિતમાં રજૂઆત કરી છે. જે બાદ પ્રશાસને ટેન્કર વાટે પાણી તો આપ્યું છે. પણ તે પાણી પીવા લાયક તો ઠીક નાહવા લાયક પણ નથી. કેમ કે, એ પાણીથીનાહવાથીઆખા શરીરે ખંજવાળ આવે છે. જો એ પાણી પીએ છીએ તો ખાંસી અને ઉધરસ સાથેની અનેક બીમારીઓથી દવાખાને ધક્કા ખાવા પડે છે.
યુવાનોનું કહેવું છે કે આ ગામમાં અનેક એવા લોકો છે. જે સારા ભણેલા-ગણેલા છે. પરંતુ તેમ છતાં સાચીવાસ્તવિકતા એ છે કે આ ગામના સ્થાનિકોને નજીકમાં આવેલી એકપણ કંપનીમાં કાયમી રોજગારી મળતી નથી.કોન્ટ્રાક્ટ પર કામ મળે છે.આ લોકો આવી કંપનીમાંથી પીવાનું પાણી લાવી તેનો પીવા માટે ઉપયોગ કરે છે.ગામની મહિલાઓ આજે પણ જંગલમાંથી બળતણનાલાકડા લાવીને સાંજનો ચુલ્લો સળગાવે છે. સરકારની ઉજવલ્લા યોજના હોય કે અન્ય બીજી કોઈ યોજનાઅહીં એકપણ યોજના પહોંચી નથી. પહોચ્યો છે તો માત્ર એક માર્ગ જેનાસિક નેજોડતો સ્ટેટ હાઇવે છે.પરંતુ, તેની કિનારે જ વસતા ગામના લોકો માટે સરકારની એક પણ યોજના આજની તારીખમાં પહોંચી નથી.