- વાપીમાં આપના ઉમેદવારની કાર પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો
- હુમલાખોર બાઈક પર આવ્યા હતા અને હેલ્મેટ પહેર્યું હતું
- ઘટના અંગે પોલીસ ફરિયાદ તપાસ ચાલુ છે
દમણઃ વલસાડ જિલ્લાના વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના(Vapi municipal elections) ઉમેદવાર સાથે ઝંપલાવ્યું છે. વાપી નગર પાલિકાની ચૂંટણીનું 28 નવેમ્બરના રોજ મતદાન(Voting 28 November Vapi) છે. એવામાં હાલ મતદાન આડે ગણતરીના દિવસો જ બાકી છે જેને લઈને ભાજપ-કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે વોર્ડ નંબર 7ના ઉમેદવાર અરવિંદ યાદવની(AAP Candidate Arvind Yadav) કાર પર 2 અજાણ્યા શખ્સોએ હુમલો કરી કારના કાચ તોડી(vapi crime) રફુચક્કર થઈ ગયા હતા. જો કે, આ મામલે આપ પાર્ટીના ચૂંટણી પ્રભારી ડૉ. રાજીવ પાંડેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હુમલા અંગે ચૂંટણી પ્રભારીનો ગોળ ગોળ જવાબ
આ અંગે વાપીના આમ આદમીના ચૂંટણી પ્રભારી ડૉ. રાજીવ પાંડેએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ અમે GIDC પોલીસ(vapi polics) મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના એક રાજકીય ઘટના છે. કેમ કે અરવિંદ યાદવ સામાન્ય વ્યક્તિ છે. તેમનો કોઈ સાથે ઝઘડો નથી. આ હુમલો(Arvind Yadav Attack) કોણે કરાવ્યો હોઈ શકે તેવા સવાલના જવાબમાં ડૉ. પાંડેએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. જેમાં પહેલા ભાજપના કાર્યકરોનું નામ લઈ બાદમાં ફેરવી નાખ્યું હતું.
બાઇક પર આવી કાર પર હુમલો કર્યો
હુમલાનો ભોગ બનનાર ઉમેદવાર અરવિંદ યાદવે જણાવ્યું હતું કે, રાત્રે હું મારા મિત્ર સાથે કારમાં આવતો હતો ત્યારે બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા 2 અજાણ્યા શખ્સોઅ આ હુમલો કર્યો હતો. જે દરમ્યાન હું ગભરાઈ ગયા હતા અને રાજીવ પાંડે સહિતના પાર્ટીના હોદ્દેદારોને ફોન કરી જાણ કરી હતી.