સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ કલબમાં વલસાડ જિલ્લા અને દમણ, સેલવાસના નવા બોર્ડ ઓફ ડિરેક્ટર સહિત અન્ય હોદ્દાઓ માટે રવિવારે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આનંદ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈન્સ્ટોલેશન સેરેમનીમાં મુખ્ય અતિથિ તરીકે ડિસ્ટ્રીકટ ગવર્નર 3232 F2ના સંજીવ કેસરવાણી, અશોક કાનુંગો, નિપમ શેઠ દ્વારા તમામ સભ્યોને ઉપયોગી માર્ગદર્શન આપી નવા બોર્ડ ઓફ ડિરેકટર સહિતના હોદ્દેદારોને શપથ લેવડાવી વરણી કરી હતી.
દમણમાં આનંદ ઉત્સવના નેજા હેઠળ લાયન્સ ક્લબના બોર્ડ ઓફ ડિરેક્ટર અને હોદ્દેદારોની વરણી - Gujarati News
દમણ: દમણમાં સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબના નવા બોર્ડ ઓફ ડિરેક્ટર અને હોદ્દેદારોની વરણી કરવા માટે આનંદ ઉત્સવ કાર્યક્રમના નેજા હેઠળ ઈન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ, દમણ, સેલવાસ સહિત 18 ક્લબના ડિરેક્ટરો, હોદ્દેદારોને અશોક કાનુંગોએ શપથ લેવડાવી વરણી કરી હતી.
આ પ્રસંગે તમામ નવા પ્રમુખો, હોદ્દેદારોની સાથે પૂર્વ પ્રમુખ, હોદ્દેદારોની કામગીરી અંગે વિશેષ સન્માન કરી તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. વરણી દરમિયાન શપથ લેવડાવનાર અશોક કાનુંગોએ લાયન્સ કલબની સ્થાપના, તેમના ઉદેશ્ય સહિત અત્યાર સુધીમાં કેવા પ્રકારની સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કેવી સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તો, સેવાકીય પ્રવૃત્તિની આ સંસ્થાની સાથે પોતાના પરિવારને કઈ રીતે નિરોગી આનંદમય બનાવવું, કઈ રીતે પરિવાર માટે સદા ઉપયોગી બની રહેવું સમાજ માટે કઈ રીતે ઉપયોગી બનવું તે અંગે પણ અદભુત માર્ગદર્શન આપી તમામ 18 ક્લબના પૂર્વ પ્રમુખ હોદ્દેદારો અને નવા પ્રમુખ હોદ્દેદારોની કામગીરીની પ્રશંશા કરી હતી.
ઈન્સ્ટોલેશન સેરેમનીના કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ આરાધના ભીલાડના પ્રમુખ લાયન ક્રિષ્નાસીંગ પરમારને પ્રમુખ તરીકે સન્માન કરી શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ક્રિષ્ના સીંગે તમામ લોકોને અને બહેનોને વટ સાવિત્રી પર્વના અભિનંદન પાઠવી પોતાના તરફથી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે મૂંગા જીવો માટે કરવામાં આવતી સેવાકીય પ્રવૃતિ અંગે માહિતી આપી હતી.