ગુજરાત

gujarat

ETV Bharat / state

BJPને મોટો ફટકો, અંકિતા પટેલે આપ્યું રાજીનામું - BJP

સેલવાસ: દાદરા નગર હવેલીમાં લોકસભા ટિકિટને લઈને દાવેદારી નોંધાવનારી સમાજ સેવિકા, સેલવાસ હોમ મીનિસ્ટરી કમિટીની નેશનલ સેક્રેટરી, બીજેપીમાં મહિલા કિસાન મોરચાની પ્રમુખ અંકિતા પટેલે રાજીનામું આપી દેતા ભાજપમાં ભડકો થયો છે.

ફાઇલ ફોટો

By

Published : Mar 24, 2019, 8:28 PM IST

Updated : Mar 24, 2019, 9:08 PM IST

ભાજપમાં દાદરાનગર હવેલી લોકસભા ચૂંટણી માટે દાવેદારી નોંધાવ્યા બાદ ભાજપના મોવડી મંડળે નટુભાઈ પટેલને લોકસભા ટિકિટ ફાળવતા અંકિતા પટેલ નારાજ થઈ હતી અને પોતાની નારાજગીને લઈને ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

અંકિતા પટેલ દાદરા નગર હવેલીમાં એક NGO ચલાવે છે અને પોતાની મહત્વાકાંક્ષા હતી કે, તે લોકસભા ચૂંટણી લડી સાંસદ બને. આ મહત્વાકાંક્ષા ભાંગીને ભુક્કો થતા ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી આગામી દિવસોમાં કોંગ્રેસ તરફથી કે અપક્ષ તરફથી લોકસભા ચૂંટણી લડશે તેવો ચર્ચાએ વેગ પકડ્યો છે.

અંકિતા પટેલ સામાજિક કાર્યકર ઉપરાંત હોમ મીનિસ્ટરી કમિટીના દાનહના નેશનલ સેક્રેટરી, બીજેપીમાં મહિલા કિસાન મોરચા તેમજ રોટરી કલબમાં પ્રેસિડેન્ટ પણ હતાં. ત્યારે તેમના રાજીનામાએ સેલવાસના રાજકારણમાં ખળભળાટ સર્જ્યો છે. આ અંગે ભાજપ હવે અંકિતાને મનાવશે કે કેમ અને ડેમેજ કંટ્રોલ અંગે કોઈ ખુલાસો કરશે કે કેમ તેના પર મીટ મંડાઈ છે.

Last Updated : Mar 24, 2019, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details