ધરમપુરથી નાસિક તરફ જતા વાપી તરફ આવતા એક આઈશર ટેમ્પોને અટકાવી ટેમ્પના ડ્રાઇવરની અટકાયત કરી ટેમ્પોના પાછળના ભાગમાં તપાસ કરતા ટેમ્પોમાં મિણીયા થેલીઓ અને પ્લાસ્ટિકના કારબા ભર્યા હતો. પોલીસે તેમાં તપાસ કરતા તેની આડમાં 2,76000 હાજરની દારૂ-બિયરની 2760 નંગ બોટલ મળી આવી હતી.
વલસાડમાં 2.76 લાખના દારૂ સહિત 23.67 લાખનો મુદ્દામાલ જપ્ત
દમણઃ 31મી ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ દારૂના હેરફેર માટે બુટલેગરો નિત નવા કિમીયા અજમાવી રહ્યા છે. જેમાં હાલમાં જ વલસાડ જિલ્લા LCBની ટીમે બુટલેગરની ધરપકડ કરી હતી.
પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી ટેમ્પોમાંથી 19 પુઠાના બેરલમાંથી ટ્યુબર્ગ સ્ટ્રોંગ બિયરની 600 બોટલ કિંમત 60 હજાર, કારલ્સબર્ગ એલિફન્ટની 480 બોટલ કુલ કિંમત 48 હજાર, જ્યારે 8pm વ્હીસ્કીની 1,584 બોટલ કિંમત રૂપિયા 1,58,400 મળી કુલ 2,76,000નો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે આ સાથે 23,67,362 રૂપિયાનો અન્ય મુદ્દામાલ જેમાં 10 લાખનો ટેમ્પો, 7,18,188 રૂપિયાની મિણીયા થેલીઓ, 6,48,362 રૂપિયાના પ્લાસ્ટિક કારબા સહિત કુલ 26,43,362 રૂપિયાના મુદ્દામાલને ઝપ્ત કરી અમદાવાદના ઇમરાન નામના ઇસમને અને દારૂ ભરાવનાર દમણના ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.