દમણથી ડોમેસ્ટિક ફ્લાઈટને લીલીઝંડી, અમદાવાદ-વડોદરા-દમણ-મુંબઈ વચ્ચે શરૂ થશે હવાઈ સેવા - કેન્દ્રના રક્ષામંત્રી રાજનાથ સિંહ
ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલયે સંઘપ્રદેશ દમણથી ડોમેસ્ટિક ફ્લાઈટની સેવા પર મંજૂરીની મહોર મારી છે. દમણ પ્રશાસનની માંગને ઉડયન મંત્રાલયે સ્વીકારી પરવાનગી આપી છે. જેનાથી હવે આગામી દિવસોમાં દમણથી અમદાવાદ-વડોદરા મુંબઈ માટે આ વિસ્તારના લોકોને વિમાની સેવાનો લાભ મળશે.

ઉડ્ડયન મંત્રાલય
દમણ :દમણ પ્રશાસન દ્વારા દમણ-દીવ, દમણ-અમદાવાદ-મુંબઈ, દીવ અમદાવાદ-મુંબઈ વિમાની સેવા શરૂ કરવા માટે ઉડયન મંત્રાલય સમક્ષ રજૂઆત કરી હતી. જે રજૂઆતને ઉડયન મંત્રાલયે ગુરુવારે મંજુર કરી છે. હવે આગામી દિવસોમાં દમણથી અમદાવાદ, વડોદરા અને મુંબઇ માટે વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ માટે હાલમાં દમણમાં નવા એરપોર્ટનું નિર્માણ ન થાય ત્યાં સુધી કોસ્ટ ગાર્ડના એર સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે.
દમણથી ડોમેસ્ટિક ફ્લાઈટને લીલીઝંડી, અમદાવાદ-વડોદરા-દમણ-મુંબઈ વચ્ચે શરૂ થશે હવાઈ સેવા