ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉમરગામમાં બે મોર અને ઢેલ મૃત હાલતમાં મળી આવતા તંત્રમાં મચી ચકચાર

વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ બોનપાડા વિસ્તારમાં મમતાબેન ભટ્ટની વાડીમાં સોમવારે રાષ્ટ્રીય પક્ષી બે મોર ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. જેને સારવાર અર્થે નવસારી મોકલ્યા બાદ મંગળવારના રોજ આ જ વિસ્તારના ફણસા ગામેથી એક ઢેલ મૃત હાલતમાં મળી આવતા વનવિભાગે તેનું પોસ્ટ મોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરગામમાં બે મોર ઘાયલ મળ્થા બાદ બીજા દિવસે ઢેલ મૃત હાલતમાં મળી

By

Published : Jun 26, 2019, 4:11 AM IST

ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત બોનપાડા વિસ્તારમાં મમતાબેન ભટ્ટની વાડીમાં સોમવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં રાષ્ટ્રીય પક્ષી બે મોર ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. જેને ઉમરગામ રેન્જના RFO પી. યુ. પરમાર પહેલા વાપી અને તે બાદ નવસારી ખાતે આવેલ ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં તેમની હાલત સારી હોવાનું RFOએ જણાવ્યું હતું.

આ ઘટના બાદ મંગળવારે આ જ વિસ્તારના ફણસા ગામે એક ઢેલ મૃત હાલતમાં મળી આવતા પી.યુ. પરમારે તેના મૃતદેહને લઇ ઉમરગામ પશુ દવાખાને લાવી તેનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે મોરની ગંભીર હાલત બાદ ઢેલનો મૃતદેહ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ છે.

ઉમરગામમાં બે મોર અને ઢેલ મૃત હાલતમાં મળી આવતા તંત્રમાં મચી ચકચાર

ઉલ્લેખનીય છે કે, સોમવારે જીવદયા પ્રેમી અંકિત શાહે ઘાયલ મોરની તપાસ કરતા જણાવ્યું હતું કે, એક મોરના ખાવામાં કંઇક આવી જતા ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. જ્યારે બીજા મોરને અન્ય વાહન થકી ડોકના ભાગે ગંભીર ઇજા થતા ડોક વાંકી થઈ ગઈ હતી. બંને મોર ની હાલત ખૂબ જ ગંભીર છે. ઘટનાની ગંભીરતા જાણી ભિલાડ ફોરેસ્ટ વિભાગના RFO અધિકારી નાનુભાઈ પટેલને ઉપરોક્ત ઘટના અંગે ટેલિફોનિક કરવામાં આવી હતી. ત્યારે અંકિત શાહને તોછડી ભાષામાં જવાબ આપતાં "ઘટનાસ્થળ પર હું આવીને શું કરું " કહીને, ઘટનાસ્થળે આવવાનું ટાળ્યું હતું.

ત્યારબાદ બાદ વલસાડ DFOને ઘટના અંગે ફોન કરતાં, DFOએ ઉમરગામ સ્થિત ફોરેસ્ટ વિભાગના અધિકારી RFO પી. યુ.પરમારનો મોબાઇલ નંબર આપી સંપર્ક કરવા જણાવ્યું હતું. ફોરેસ્ટર પી.યુ. પરમારે આવીને બંને મોરને નવસારી હોસ્પિટલમાં સારવાર અપાવી જીવ બચાવ્યા હતા અને મૃત ઢેલની પણ અંતિમક્રિયા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details