ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat ST Bus Accident: ગુજરાત ST બસનો અકસ્માત, બસ ક્રેન સાથે અથડાતા 1નું મોત, 6 ઈજાગ્રસ્ત - ગુજરાત ST બસનો અકસ્માત

ગુજરાતની ST બસ મહારાષ્ટ્રથી સુરત તરફ આવતી હતી ત્યારે રાત્રિના સમયે રોડની સાઈડ પર ઉભેલ ક્રેન સાથે અથડાઈ હતી. ઘટનામાં ક્રેઇનના ક્લીનરનું મોત નીપજ્યું છે. જ્યારે ST બસના ડ્રાઇવર સહિત 6 લોકોને નાનીમોટી ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે.

Gujarat ST Bus Accident
Gujarat ST Bus Accident

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 2:09 PM IST

ગુજરાત ST બસનો અકસ્માત

વાપી:મહારાષ્ટ્રના મહાડથી સુરત આવી રહેલ ગુજરાત ST બસનો અકસ્માત સર્જાયો હતો. રાત્રે ક્રેન સાથે થયેલા આ અકસ્માતની જાણકારી વાપી ડેપોને કરતા વલસાડ ST વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અકસ્માતમાં બસમાં સવાર બસ ડ્રાઇવર અને પાંચ મુસાફરોને નાનીમોટી ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જો કે આ અકસ્માતમાં ક્રેઇનના ક્લીનરનું મોત નીપજ્યું છે.

બસ ક્રેન સાથે અથડાઈ

કેવી રીતે સર્જાયો અકસ્માત:મહારાષ્ટ્રના તલાસરી નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર ગત મધ્યરાત્રિએ ગુજરાત એસ ટી બસ ક્રેન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ક્રેઈનના ક્લીનરનું ઘટનાસ્થળે મોત થયું હતું. ગુજરાત ST બસ મહારાષ્ટ્રના મહાડથી સુરત તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે રસ્તાની બાજુમાં ઊભેલી ક્રેન સાથે બસ અથડાઈ હતી. સમગ્ર ઘટના અંગે વલસાડ ST વિભાગને જાણ કરતા વાપી ડેપોના અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો.

ગુજરાત ST બસનો અકસ્માત

મૃતકના પરિવારને મદદની ખાતરી:અધિકારીઓએ અકસ્માત અંગેના પ્રાથમિક કારણો જાણવા તપાસ હાથ ધરી છે તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ ડ્રાઇવર, મુસાફરોની મુલાકાત લઈ તેમની ઇજાઓ અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી. જો કે, મુસાફરોને સામાન્ય ઇજાઓ હોય અને ડ્રાઇવરને પણ પગના ભાગે ઇજા થઇ હોય મોટી દુર્ઘટના ટળતા સૌએ હાશકારો અનુભવ્યો છે. મૃતક ક્રેનના ક્લીનર અંગે દુઃખ વ્યક્ત કરી તેમના પરિવારને બનતી મદદ કરવાની ખાતરી પણ ST વિભાગના અધિકારીઓ આપી હતી. જો કે આ અંગે ST અધિકારીઓનો સંપર્ક કરવાની કોશિશ કરતા કોઈ અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો ના હોય વધુ વિગતો મળી નથી.

  1. A training aircraft crashed in Pune : મહારાષ્ટ્રના પૂણેમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, બે લોકો ઇજાગ્રસ્ત
  2. Death from heart attack : કોરોના કરતા પણ ભયંકર સાબિત થયો રહ્યો છે હાર્ટઅટેક, રાજકોટમાં 3 લોકોના થયા મોત

ABOUT THE AUTHOR

...view details