સેલવાસઃ સેલવાસ નરોલી માર્ગ પર રવિવારે સાંજે નરોલીથી સેલવાસ તરફ એક દંપતી એક્ટિવા પર આવી રહ્યું હતું. ત્યારે સ્વામિનારાયણ મંદિર નજીક પાછળથી પુરપાટવેગે આવતા કાર ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ ટકકરમાં એક્ટિવા પર સવાર મહિલા રાખી તંબોલી હવામાં ફંગોળાઈ હતી. જે બાદ તેનો પતિ મહેશ તંબોલી પણ એક્ટિવા સાથે ફંગોળાયો હતો.
સેલવાસમાં કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું, પતિ-પત્ની ઘાયલ - Accident captured on CCTV
સેલવાસ નજીક સેલવાસ નરોલી રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ગંભીરતા CCTVમાં કેદ થઈ હતી. નરોલી માર્ગ પર રવિવારે સાંજે નરોલીથી સેલવાસ તરફ એક દંપતી એક્ટિવા પર આવી રહ્યું હતું. ત્યારે સ્વામિનારાયણ મંદિર નજીક પાછળથી પુરપાટવેગે આવતા કાર ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી.
સેલવાસમાં પુરઝડપે આવતા કાર ચાલકે એક્ટિવામાં સવાર દંપતીને લીધું અડફેટે
આ અકસ્માતમાં એક્ટિવા ત્રણ ચાર ગુલાટી ખાઈને માર્ગ પર પડતા તેનું કચ્ચરઘાણ થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘાયલ દંપતીને સેલવાસ સિવિલમાં સારવાર માટે ખસેડ્યા હતાં. જ્યારે કાર ચાલક આ અકસ્માત બાદ કાર છોડીને નાસી છૂટ્યો હતો.
પોલીસે હાલ આ મામલે આસપાસના CCTV ફૂટેજ ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઘાયલ દંપતી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે.