ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં ફાયર સેફ્ટીના અભાવે કોમ્પ્લેકસમાં લાગી આગ

વાપીઃ નેશનલ હાઇ-વે નંબર 48 પાસે આવેલા અમીધારા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે કમ્પ્યુટરની દુકાનમાં આગ લાગી હતી. આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ સમગ્ર ઘટનામાં ફરી એકવાર ફાયર સેફ્ટીની આગનું મુખ્ય કારણ બની હતી.

વાપીમાં ફાયર સેફટીના અભાવે કોમ્પ્લેકસમાં લાગી આગ

By

Published : May 31, 2019, 10:03 AM IST

વાપી નેશનલ હાઇવે નંબર 48 નજીક અમીધારા કોમ્પ્લેક્ષ આવેલ છે. આ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલ કમ્પ્યુટરની દુકાનમાં આગ લાગી હતી. ધૂમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.આગ લાગતા કોમ્પ્લેક્ષમાં અન્ય દુકાનદારોમાં અફરા-તફરી મચી હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વાપી GIDC નોટિફાઈડ વિભાગની ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરુ કરી હતી. અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

વાપીમાં ફાયર સેફટીના અભાવે કોમ્પ્લેકસમાં લાગી આગ

હાલમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહયું છે. સુરતના સરથાણમાં લાગેલી આગ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અને ફાયર સેફટીના અભાવવાળી બિલ્ડીંગધારકોને નોટિસ ફટકારી રહ્યું છે. પરંતુ વાપીની અમીધારા કોમ્પ્લેક્ષમાં પણ ફાયર સેફટીનો અભાવ જાવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details