ગુજરાત

gujarat

ETV Bharat / state

સંઘપ્રદેશ દમણના કોસ્ટલ રોડ પર આવેલા સી ફ્રન્ટ પર સર્જાયો વિચિત્ર અકસ્માત - car accident in daman

સંઘપ્રદેશ દમણના કોસ્ટલ રોડ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે દોડતી કાર રસ્તો કૂદીને સીધી સી ફ્રન્ટના ફૂટપાથ પર ચડી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા કાર ચાલકને સારવાર અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સંઘપ્રદેશ દમણ, સી ફ્રન્ટ, અકસ્માત
સંઘપ્રદેશ દમણના કોસ્ટલ રોડ પર આવેલા સી ફ્રન્ટ પર સર્જાયો વિચિત્ર અકસ્માત

By

Published : Feb 6, 2020, 1:19 AM IST

દમણ: સંઘપ્રદેશ દમણમાં જામપોર બીચથી મોટી દમણ તરફ જતા કોસ્ટલ રોડ પર એક વેગનઆરના ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સીધી જ સી ફ્રન્ટના ફૂટપાથ પર ચડી ગઈ હતી. જેમાં વચ્ચે આવેલી સ્ટ્રીટ લાઇટોનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં સ્ટ્રીટ લાઈટો અને સી ફ્રન્ટની દીવાલ સાથે ટકરાયેલી કારનો આગળનો ભાગ ચગદાઈ ગયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા ડ્રાઈવરને સારવાર અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સહેલાણીઓથી હંમેશા ધમધમતા આ સી ફ્રન્ટ પર સદનસીબે કોઈ સહેલાણી કે વ્યક્તિ હાજર ન હતા. જેથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

સંઘપ્રદેશ દમણના કોસ્ટલ રોડ પર આવેલા સી ફ્રન્ટ પર સર્જાયો વિચિત્ર અકસ્માત

ABOUT THE AUTHOR

...view details