સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ચૂંટણી સંદર્ભે કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન - Daman and Diu
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં આગામી 8મી નવેમ્બરના રોજ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને કલેક્ટરે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પરંતુ પરિષદમાં ચૂંટણી દરમિયાનની કેટલીક મહત્વની વિગતો અંગે કલેક્ટર પોતે જ અજાણ હોવાનું સાબિત થયું હતું.
સેલવાસઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં આગામી 8મી નવેમ્બરના રોજ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ માટે રવિવારથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આચારસંહિતા અમલી બની છે. તો ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાશે? ચૂંટણી સભાઓ, મતદાન પ્રક્રિયા કઈ રીતે હાથ ધરાશે? તે અંગેની માહિતી આપવા કલેક્ટરે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 8મી નવેમ્બરે મતદાન યોજાનાર છે. આ મતદાન જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને નગરપાલિકાનું છે. જે અંગે ચૂંટણી પંચની જાહેરાત બાદ 11મી ઓક્ટોબરથી આચારસંહિતા અમલી બની છે, તો ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે સંપન્ન કરવામાં આવશે, તે માટે દાદરાનગર હવેલીના કલેક્ટર સંદીપ કુમાર સિંઘે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે આ ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા, મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાઈ તે અંગે પૂરતા પ્રયત્નો કરવા, મતદારોને લાભ લોભ-લાલચ આપવામાં ન આવે તે માટે નજર રાખા જેવી વિગતો આપી હતી.