ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉમરગામ તાલુકાના લોટસ સ્માર્ટ સીટીના એક વ્યક્તિને હોમકોરેન્ટાઈન કરાયો - corona effect on daman

શનિવારે મુંબઈના નાલાસોપારા અને મુલુડ જેવા વિસ્તારમાંથી બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ઉમરગામ તાલુકાના લોટ્સ સ્માર્ટ સીટીના રહેણાંક વિસ્તારમાં આવ્યા બાદ તેને આશરો આપનાર વ્યક્તિને વલસાડ આરોગ્ય વિભાગની ટીમે હોમ કોરોન્ટાઇન કર્યો છે.

ઉમરગામ તાલુકાના લોટ્સ સ્માર્ટ સીટીના એક વ્યક્તિને હોમકોરોન્ટાઇન કરાયો
ઉમરગામ તાલુકાના લોટ્સ સ્માર્ટ સીટીના એક વ્યક્તિને હોમકોરોન્ટાઇન કરાયો

By

Published : May 25, 2020, 4:20 PM IST

દમણઃ શનિવારે બપોરના મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઇસ્યુ કરાયેલા ઇમરજન્સી ટ્રાવેલ પાસ મેળવીને બે મહિલા અને એક પુરુષ મળી વ્યક્તિઓ ગુજરાત બોર્ડર પરના ઉમરગામ તાલુકાના ભાઠીકરમબેલી ખાતેના લોટ્સ સ્માર્ટ સીટીના રહેણાંક વિસ્તારમાં રહેતા પોતાના સ્નેહી હરેશભાઇ ભવનભાઈ ગડાને મળવા તેમજ અનાજ આપવા આવ્યા હોવાનું બહાર આવ્યા બાદ આ વ્યક્તિને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.

ઉમરગામ તાલુકાના લોટ્સ સ્માર્ટ સીટીના એક વ્યક્તિને હોમકોરોન્ટાઇન કરાયો
રવિવારે સવારે લોટ્સ સ્માર્ટ સીટીમાં મુંબઈ વિસ્તારમાંથી કાર લઇને લોકો આવ્યા હોવાની જાણ આ વિસ્તારના જાગૃત નાગરિકને થતા તેઓ દ્વારા આ અંગે પચાયતમાં જાણ કરતા પંચાયતના કેટલાક અગ્રણીઓ દ્વારા ઉમરગામ તબીબીની ટીમને આ અંગે જાણ કરતા તબીબી ટિમ સ્થળ પર પહોંચે તે પહેલા મુંબઈ વિસ્તારમાંથી આવેલા બે મહિલા અને એક પુરુષ મળી ત્રણ વ્યક્તિઓ મુંબઈ જતા રહ્યા હતા.જે બાદ તબીબોની ટીમે મુંબઈથી આવેલા ઈસમોના સમ્પર્કમાં આવેલ ભાઠી કરમબેલી ખાતેના લોટ્સ સ્માર્ટ સીટીના રહેણાંક વિસ્તારમાં રહેતા હરેશભાઇ ગડાને હોમકોરોન્ટાઇન કર્યા છે. જો કે લોકોમાં સવાલ એ ઉભો થાયો છે કે, ઉપરોક્ત મુંબઈના બે મહિલા અને એક ઈસમને ઇમરજન્સી પાસ મળ્યો કેવી રીતે, જો કોઈ ઇમરજન્સી હોત તો ભાઠી કરમબેલી ખાતે પોતાના પરિજનને મળવા આવેલા ઈસમો પાસની અવધી પુરી થાઈ તે પહેલા ખબર અંતર પૂછીને અનાજ આપીને જતા કેમ રહ્યા?

ABOUT THE AUTHOR

...view details