ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં Love Jihad મામલામાં નવો વળાંકઃ આરોપી ઈમરાનની પત્ની બધુ જાણતી હોવાનું જણાયું - આરોપીનો પરિવાર પશ્ચિમ બંગાળનો છે

ગુજરાત ધર્મ સ્વાતંત્ર સુધારા અધિનિયમ (Gujarat freedom of religion act 2021) હેઠળ વડોદરા બાદ વાપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. વાપીમાં લવ જેહાદ (Love jihad) કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીને ભગાડી જનારા આરોપી ઈમરાનની પત્ની પણ આ મામલામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. પીડિતાને ભગાડી જનારા ઈમરાનની પત્નીને બધી જ ખબર હતી. બંનેએ મળીને જ યુવતીને ફસાવવાનું કાવતરું (Conspiracy) ઘડ્યું હતું.

વાપીમાં Love Jihad મામલામાં નવો વળાંકઃ આરોપી ઈમરાનની પત્ની બધુ જાણતી હોવાનું જણાયું
વાપીમાં Love Jihad મામલામાં નવો વળાંકઃ આરોપી ઈમરાનની પત્ની બધુ જાણતી હોવાનું જણાયું

By

Published : Jun 23, 2021, 12:18 PM IST

  • રાજ્યમાં લવ જેહાદના કેસ (Love jihad)માં થયો વધારો
  • વાપીમાં લવ જેહાદના કેસ (Love jihad)માં નવો વળાંક આવ્યો
  • વાપી લવ જેહાદ (Love jihad)માં યુવકની પત્ની બધું જાણતી હતી

વાપીઃ લવ જેહાદ (Love Jehad) એટલે કે ધર્મ સ્વાતંત્ર સુધારા અધિનિયમ (Gujarat freedom of religion act-2021) લાગુ થયા બાદ વડોદરા પછી વાપીમાં બીજો કેસ નોંધાયો છે. પોલીસે વિધર્મી યુવક અને પીડિતાને ઈન્દોરથી વાપી લાવ્યા બાદ 4 દિવસના રિમાન્ડ (remand) મેળવી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં વિધર્મી યુવકે પ્રથમ પત્નીને હનીમૂન વખતે જ યુવતીને ફસાવવાની વાત કરી હતી. ત્યારબાદ ઈમરાનના આ કાવતરામાં તેમની પત્નીની પણ મૂક સંમતિ હોવાનું પોલીસ માની રહી છે.
આ પણ વાંચો-લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો ગુજરાતનો બીજો કિસ્સો


લગ્નની લાલચ આપી વિધર્મી યુવક યુવતીને ઈન્દોર લઈ ગયો હતો

વલસાડ જિલ્લાના વાપીમાં પાડોશમાં રહેતો ઈમરાન અન્સારી 19 વર્ષીય યુવતીને ફોસલાવી તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી લગ્નની લાલચે ભગાડી ગયો હતો. આ કેસમાં વાપી ટાઉન પોલીસે (Vapi Town Police) લવ જેહાદ (Love jihad)નો કેસ ગણી ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. મોબાઈલ લોકેશન (Mobile Location)ના આધારે મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ઈન્દોરથી બંનને ઝડપી લેવામાં આવ્યા હતા. વિધર્મી યુવક અને જૈન યુવતીના નિવેદનો લીધા હતા.


આ પણ વાંચો-Love jihad: રાજ્યમાં કાયદો અમલમાં આવ્યાના 3 દિવસમાં વડોદરામાં નોંધાયો પ્રથમ કેસ


પ્રથમ પત્નીને સમગ્ર વિગતોની જાણ હતી

પોલીસે આ મામલે Gujarat freedom of religion act-2021 હેઠળ ગુનો નોંધી આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરતા વિધર્મી યુવકે એવુ જણાવ્યું હતું કે, પ્રથમ પત્નીને અગાઉ જ જૈન યુવતી અંગેની જાણ કરી દેવામાં આવી હતી. પત્નીને જાણ હોવા છતાં પણ વિધર્મી યુવક યુવતીને ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે પ્રથમ અજમેર અને બાદમાં ઈન્દોર સુધી પહોંચ્યો હતો. આ કરતૂતમાં આરોપીની પત્નીની પણ મૂક સંમતિ હોવાનું પોલીસ માની રહી છે. વિધર્મી યુવકે સમગ્ર હકીકતની જાણ પત્નીને કરી દીધી હોવા છતાં પત્નીએ વિરોધ કેમ ન કર્યો તે સવાલ પણ ઉઠી રહ્યો છે તો આ પ્રકરણમાં તે સતત યુવક સાથે ટેલિફોનિક સંપર્કમાં હતી.

યુવક પાસે યુવતીના પરિવારની તમામ માહિતી હતી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, વિધર્મી યુવક અને તેનો પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો છે, પરંતુ વર્ષોથી વાપીમાં સ્થાઈ થયો છે. યુવક તેના ભાઈઓ સાથે મોબાઈલની દુકાન ધરાવે છે અને તેમાં કામ કરે છે. નાનપણથી પીડિત યુવતીની નજીક રહેતો હોવાથી તેમની પાસે યુવતીની અને તેના પરિવારની તમામ માહિતી હતી.

ખાસ મોબાઈલ સોફ્ટવેર વડે વાત કરતો હતો

વાપી ટાઉન પોલીસે પીડિતાને ઈન્દોરથી લાવ્યા બાદ તેમના પરિવારજનોને સોંપી છે. તેમની પાસેથી 4 તાવીજ મળી આવ્યાં છે. વધુ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, બંને પરિવારો વચ્ચે આ બાબતે અગાઉ બોલાચાલી પણ થઈ હતી. આથી બંનેના પરિવારજનોની જાણ બહાર બે લોકો વાત-ચીત કરી શકે તેવા મોબાઈલ સોફ્ટવેરથી યુવક-યુવતી સાથે વાત કરતો હતો. આ સોફટવેર આધારે જ વાતચીત કરી ઈમરાન 10 જૂને યુવતીને ભગાડીને લઈ ગયો હતો.

ઈન્દોરમાં રૂમ ભાડે લીધો હતો

વાપીથી તેઓ સૌ પ્રથમ અજમેર દરગાહ શરીફ ગયા હતા, જ્યાં લગ્ન કરવાના પ્રયાસમાં નિષ્ફળ થતા 4 તાવીજ લઈ ઇન્દોર ગયા હતા. જ્યાં એક મિત્રની મદદથી ભાડે રૂમ લીધો હતો. જ્યાં યુવતીની મરજી વિરૂદ્ધ અનેકવાર શરીર સબંધ બાંધ્યા હતાં. જે રૂમમાંથી પોલીસે તેને ઝડપી લીધા હતાં. હાલ આ મામલે હજુ વધુ કેટલાક ખુલસાની શક્યતાને ધ્યાને રાખી પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details