દમણ: નાની દમણમાં ઝાપાબાર મેઈન રોડ પર આવેલી પાંચ માળની રોશન મંઝિલ નામની બિલ્ડીંગમાં ગુરુવારે બપોરે આગ લાગી હતી. ઇમારતમાં ભોંયતળિયે ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા રહેવાસીઓમાં અફરાતફરી મચી હતી. આ દરમિયાન ફાયર વિભાગને જાણ કરતા 4 ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન પાવર સપ્લાય કટ થતા અને આગને કારણે ઉઠેલા ધૂમાડાના ગોટેગોટામાં 2 મહિલા અને ત્રણ બાળકો ફસાયા હતાં. જેને ફાયરની ટીમે રેસ્ક્યૂ કર્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
દમણમાં રેસિડેન્સીયલ બિલ્ડીંગમાં લાગી આગ, લિફ્ટમાં ફસાયેલી 2 મહિલા સહિત 3 બાળકોનું રેસક્યૂ
દમણમાં ગુરુવારે બપોરે નાની દમણ વિસ્તારમાં આવેલી રોશન મંઝિલના ભોંયતળિયે આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટથી લાગેલી આગને કારણે લિફ્ટનો પાવર સપ્લાય બંધ થતાં તેમાં ફસાયેલી 2 મહિલા અને 3 બાળકોને ફાયરની ટીમે રેસ્ક્યૂ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
દમણમાં રેસિડેન્સીયલ બિલ્ડીંગના ભોંયતળિયે લાગી આગ
આગની ઘટનામાં ફાયર વિભાગ અને રહેવાસીઓની સમયસૂચકતાને કારણે જાનહાની ટળી હતી. આ પાંચ માળના રેસિડેન્સીયલ બિલ્ડીંગના ભોંયતળિયે 16 દુકાનો પણ આવેલી છે. જે તમામનો સરસમાન અને જાનમાલની નુકસાની ટળી હતી.