ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં મત્સ્ય ઉદ્યોગના વેપારીના ઘરમાં આગ લાગી, રકમ અને દાગીના બળીને ખાખ - દમણ પોલીસે ફરિયાદ નોંધી

દમણના મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ફકીર જીવા શેરીમાં રહેતી વેપારી મહિલાના ઘર સહિત 3 ઘરમાં આગ લાગતા આ આગમાં ઘરના સામાન સાથે રોકડ રકમ અને દાગીના પણ બળીને ખાખ થઈ ગયા છે. સમગ્ર મામલે નાની દમણ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દમણમાં મત્સ્ય ઉદ્યોગના વેપારીના ઘરમાં આગ લાગી, રકમ અને દાગીના પણ બળીને ખાખ
દમણમાં મત્સ્ય ઉદ્યોગના વેપારીના ઘરમાં આગ લાગી, રકમ અને દાગીના પણ બળીને ખાખ

By

Published : May 21, 2020, 9:06 PM IST

દમણઃ શહેરના ફકીર જીવા શેરીમાં રહેતા નેમાબેન ભુલાના ઘરે ગત રાત્રે 3:15 વાગ્યે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની વિકરાળ જ્વાળાએ જોતજોતામાં ત્રણ ગાળાને પોતાની ઝપેટમાં લીધા હતાં. જેમાં માણેકબેન ચંપકભાઈ, કંચનબેન પ્રેમચંદના આખા ઘરને પોતાની ઝપેટમાં લીધું હતું. જે દરમ્યાન આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ફાયર અને GEB ને પણ જાણ કરી હતી.

દમણમાં મત્સ્ય ઉદ્યોગના વેપારીના ઘરમાં આગ લાગી, રકમ અને દાગીના પણ બળીને ખાખ
જો કે, ફાયર અને GEBની ટીમ આવે તે પહેલાં આગની વિકરાળ જ્વાળામાં આખું ઘર બળી ગયું હતુ. ઘરમાં રાખેલા એક કબાટમાં રોકડા રૂપિયા હતાં અને સોનુ હતું તે પણ આ આગમાં બળીને ખાખ થયું હતું. આ અંગે અફસોસ વ્યક્ત કરતા મકાન માલિક નેમાબેને જણાવ્યું હતું કે, તેઓ મત્સ્ય ઉદ્યોગ કરે છે. હાલમાં લોકડાઉન લાગુ હોવાથી માછલીના વેપારીઓમાં કોઈની 10 લાખ, કોઈની 5 લાખ એવી રોકડ રકમ હતી. એ ઉપરાંત તેમના દીકરા-દીકરીના લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના હતા. જેઓ લંડન રહેતા હોવાથી પાઉન્ડ જેવું વિદેશી નાણું પણ હતું. જે બધું આ આગમાં બળી ગયું છે. લોકોની જણસ હું સાચવી ના શકી હવે તેઓને કેવી રીતે મોઢું બતાવીશ.જ્યારે આ અંગે ફાયર વિભાગે અને નાની દમણ પોલીસે આપેલી પ્રેસનોટ મુજબ આગમાં ઘર સામાન, રાચરસીલું અને રોકડ રકમ તેમજ સોનાચાંદીના દાગીના બળી ગયા છે. જો કે, ઘર માલિકોએ કેટલા રૂપિયા કે કેટલા રૂપિયાના દાગીના બળી ગયા છે. તે અંગે ફરિયાદમાં ચોક્કસ કોઈ રકમનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ રોકડ રકમ અને સોનાચાંદીના દાગીના બળી ગયા હોવાનો જ ઉલ્લેખ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details