- LCBએ વેસ્ટ કેમિકલનું ડમ્પર ઝડપી ચાલકની ધરપકડ કરી
- પોલીસે રૂ. 2.95 લાખનો કેમિકલનો જથ્થો કબજે કર્યો
- સાન્હી કંપનીમાંથી કેમિકલ ભરી સગેવગે થતું હતુ
વાપીઃ વાપી GIDCની એક કંપનીમાંથી વેસ્ટ કેમિકલનો જથ્થો નાના પોંઢા તરફ નિકાલ કરવા નીકળેલા ડમ્પરને LCBની ટીમે પકડી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે ડમ્પરમાં રહેલા રૂ. 2.95 લાખનો કેમિકલ વેસ્ટ કબજે કર્યો હતો. બનાવ અંગે જીપીસીબીને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સોલિડ વેસ્ટનો જથ્થો નાના પોંઢા જઈ રહ્યો હતો
વલસાડ જિલ્લા LCB ટીમે બાતમીના આધારે વાપી GIDCમાંથી ડમ્પર નંબર DD 03-H-9846ને અટકાવી અંદર ચકાસણી કરી હતી. તે દરમિયાન ડમ્પરમાંથી કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. આથી ચાલક બેચન રામનરેશ યાદવની પૂછપરછ હાથ ધરતા આ સોલિડ વેસ્ટનો જથ્થો તે જીઆઈડીસી થર્ડ ફેઝમાં આવેલ સાન્હી કેમિકલ કંપનીમાંથી નાના પોંઢા વિસ્તારમાં ખાલી કરવા માટે લઇ જઇ રહ્યો હોવાની કબૂલાત કરી હતી.
વાંચો: વાપી-દમણમાં ચેઇન સ્નેચીંગ કરતી ચોર ટોળકીના ચાર ઇસમોને LCB એ દબોચી લીધા