- વિજ વિભાગની બેદરકારીને કારણે એક ઘરનો દિપક બુઝાયો
- 14 વર્ષનો જીગર 12 દિવસ મોત સામે ઝઝૂમયો
- પરિવારે વળતરની અને વિજવાયર ઊંચાઈ પર લઈ જવા માગ કરી
દમણ: દમણમાં આવેલા ઝરી ગામે એક 14 વર્ષનો બાળક પોતાના ખેતરમાં આંબા પર કેરી તોડવા ગયો હતો. ત્યારે ઝાડ પરથી પસાર થતા પાવર ગ્રીડના વિજ વાયરથી કરંટ લાગ્યો હતો. જેનું શુક્રવારે નિધન થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
વિજળીના કરંટથી બાળક આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો
આ અંગે મળતી વિગતો મુજબ દમણમાં ગત 7મી જૂને જીગર સુભાષ ધોડી નામનો 14 વર્ષનો બાળક ઝરી ગામે તેમના ઘર નજીક આવેલા ખેતરમાં લાકડી વડે કેરી પાડી રહ્યો હતો. ત્યારે ઝાડ પરથી પસાર થતી હાઈ વોલ્ટેજ વિજ લાઈનમાંથી પસાર થતા વિજ કરંટનો ભોગ બન્યો હતો. હેવી વિજ લાઈનને કારણે વિજળીના કરંટથી બાળક આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.
આ પણ વાંચો:વડોદરાઃ મકરપુરા GIDCમાં આવેલી સોલાર કંપનીના કર્મચારીનું વીજ કરંટ લાગવાથી મોત
વિજ શોક બાદ એક હાથ કાપવો પડ્યો
જેની જાણ પરિવારને થતા જિગરને તાત્કાલિક દમણની મરવડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તબીબોએ જિગરની ગંભીર હાલત જોઈ એક હાથ કાપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં 12 દિવસ મોત સામે ઝઝૂમી આખરે દમ તોડી દીધો હતો. ગંભીર વીજ શૉકને કારણે લાડકવાયા પુત્રનું નિધન થતા પરિવાર હતપ્રભ બની ગયો હતો.
આ પણ વાંચો: વડોદરા :વોટર સપ્લાય કંપનીમાં કરતી મહિલાને વીજ કરંટ લાગવાથી મોત
વિજ કરંટથી વહાલસોયા બાળકનો જીવ ગયો
જ્યારે આ ઘટના બાદ આવી ઘટના અન્ય કોઈ બાળક સાથે ના બને તે માટે દમણ પાવર ગ્રીડ કોર્પોરેશનમાં હાઈ વોલ્ટેજ વિજલાઈન વાયર વધુ ઉંચાઈએ ખસેડવા અને નીચા વાયરને કારણે પોતાના વહાલસોયા બાળકનો જીવ ગયો હોય જિગરને પરિવારે વળતરની માગ કરી હતી.
બેદરકારી માટે જવાબદાર કર્મચારીઓ સામે સખત પગલાં લેવામાં આવે
ઉલ્લેખનીય છે કે, દમણના ઝરી ગામમાં આવેલા સ્કૂલ ફળિયામાં વિજ વિજ વિભાગના હેવી વિજલાઈનના તાર ખૂબ જ નીચા છે. જેને કારણે આ ઘટના બની હતી. ત્યારે વિજ વાયર જ્યાંથી પસાર થતા હોય ત્યાંના ઝાડની ડાળીઓને કાપવામાં બેદરકારી દાખવતા વિજ વિભાગને કારણે એક ઘરનો દિપક બુઝાયો છે. આશા રાખીએ કે આ બેદરકારી માટે જવાબદાર કર્મચારીઓ સામે સખત પગલાં લેવામાં આવે અને વિજ તારને વધુ ઉંચાઈ પરથી પસાર કરવાની કસર વહેલી તકે પુરી કરે.