ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના 3 શ્રીમંત ઘરના યુવક-યુવતી પાસેથી મળ્યો 48 બોટલ દારૂ, બર્થ ડે પાર્ટી માટે લઈ જતા હતા મોંઘો દારૂ - daman

વલસાડ જિલ્લાના વાપી ટાઉન વિસ્તારના મોરાઈ ફાટક પાસે દમણથી વડોદરા જતા શ્રીમંત ઘરના 1 યુવક અને 2 યુવતી પાસેથી પોલીસે રૂપિયા 200થી 3000 કિંમતનો 68,700 રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. પોલીસે કાર સહિત કુલ 5,92,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુ પૂછપરછ કરતા આ નબીરાઓ જન્મ દિવસની પાર્ટી માટે વડોદરાથી દમણમાં દારૂની ખેપ મારવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી.

વડોદરાના 3 શ્રીમંત ઘરના યુવક-યુવતી પાસેથી મળ્યો 48 બોટલ દારૂ
વડોદરાના 3 શ્રીમંત ઘરના યુવક-યુવતી પાસેથી મળ્યો 48 બોટલ દારૂ

By

Published : Jun 6, 2021, 9:48 AM IST

  • વડોદરાથી દમણમાં આવ્યા દારૂ લેવા
  • શ્રીમંત ઘરના યુવક-યુવતી સહિત ત્રણેય અભ્યાસ કરે છે
  • જન્મદિવસની પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ માણવાના હતાં

દમણઃ વાપી ટાઉન પોલીસે મોરાઈ ફાટકથી વડોદરામાં અભ્યાસ કરતા અને જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણવા દમણથી ગેરકાયદેસર દારૂ લઈ જતા શ્રીમંત ઘરના 3 યુવક-યુવતીને 68,700 રૂપિયાની 48 બોટલ સાથે દબોચી લીધા હતાં. પોલીસે કાર, એપલ આઈફોન સહિત કુલ 5.92 લાખના મુદ્દામાલ સાથે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના 3 શ્રીમંત ઘરના યુવક-યુવતી પાસેથી મળ્યો 48 બોટલ દારૂ

આ પણ વાંચોઃઅમદાવાદમાં સફરજનની પેટીની આડમાં લઈ જવાતો 19.80 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો

વાપી ટાઉન પોલીસ દમણ તરફની મોરાઈ ચેકપોસ્ટ પર પેટ્રોલિંગમાં હતી

વાપી ટાઉન પોલીસ મથકમાંથી મળેલી વિગતો મુજબ વાપી ટાઉન પોલીસ દમણ તરફની મોરાઈ ચેકપોસ્ટ પર પેટ્રોલિંગમાં હતી. ત્યારે દમણ તરફથી આવેલી વડોદરા પાર્સિંગની GJ06PC1811 નંબરની શંકાસ્પદ કારને અટકાવી તેમાં બેસેલા 23 વર્ષીય યુવક પૂર્વજીત સમીર ચૌહાણ, 21 વર્ષીય પ્રિયા ભક્તેશ વૈદ્ય, 22 વર્ષીય પ્રિયાંશી રાજેશ પરદેશીની પૂછપરછ કરી હતી. કારની ડીકીમાં રહેલા થેલામાં તપાસ કરતા મોંઘી બ્રાંડની દારૂની બોટલો મળી આવી હતી.

વડોદરાના 3 શ્રીમંત ઘરના યુવક-યુવતી પાસેથી મળ્યો 48 બોટલ દારૂ

મોંઘી બ્રાન્ડનો દારૂ પાર્ટી માટે લઈ જતા હતા

મૂળ વડોદરાના અને અભ્યાસ કરતા આ ધનાઢય ઘરના નબીરાઓ પાસેથી પોલીસે કુલ 48 નંગ બોટલ જપ્ત કરી હતી. જેમાં બિયર, વ્હિસ્કી, વોડકા, વાઈનની 200, 800, 1000, 1500 અને 3000 રૂપિયાની કિંમતની મોંઘી બ્રાન્ડનો દારૂ મળી આવ્યા બાદ આ અંગે વધુ પૂછપરછ કરતા વડોદરામાં જન્મદિવસની પાર્ટી માટે દારૂ લેવા દમણ આવ્યાં હોવાની કબૂલાત કરી હતી.

વડોદરાના 3 શ્રીમંત ઘરના યુવક-યુવતી પાસેથી મળ્યો 48 બોટલ દારૂ

પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

પોલીસે ત્રણેય નબીરાઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂ, મોંઘા એપલ આઈફોન, કાર સહિત કુલ 5,92,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃમોરબી નજીક પલટી મારી ગયેલી કારમાંથી દારૂ ઝડપાયો, 2 LRD જવાન ઝડપાયા

ટૂંકા વસ્ત્રોમાં રહેલી યુવતીઓએ શ્રીમંતાઇનો રુઆબ બતાવ્યો

ઉલ્લેખનીય છે કે, પકડાયેલી યુવતીઓએ દમણથી આવતી વખતે કારમાં અભિનેત્રીઓને શરમાવે તેવા ટૂંકા પોશાકો પહેર્યા હતાં. જેને પોલીસ સ્ટેશને લાવી અંગ ઢંકાય તેવા કપડા પહેરવાનું કહેતા અને કારની ચાવી માંગતા પોલીસ સાથે પણ જીભાજોડી કરી શ્રીમંતાઇનો રુઆબ બતાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details