ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ પ્રશાસનના આદેશનું કંપનીએ કર્યુ ઉલ્લંઘન, 450 કામદારોને પગારથી વંચિત રખાતા હોબાળો - workers deprived of pay

દમણમાં દુણેઠા વિસ્તારમાં આવેલા ઓપેરા ક્લોથિંગ કંપનીના 450 જેટલા કામદારોએ પગારને લઈ હોબાળો મચાવી પોતાની વ્યથા ઠાલવી હતી. જેમાં દમણ પ્રશાસનની પણ પોલ ખુલી ગઈ છે. પ્રશાસને દરેક કંપનીમાં કર્મચારીઓને પગાર ચૂકવવાના આદેશ કર્યા હોવા છતાં આ કામદારોને પૂરો પગાર મળ્યો નથી.

450 કામદારોને પગારથી વંચિત રાખતા હોબાળો
450 કામદારોને પગારથી વંચિત રાખતા હોબાળો

By

Published : May 11, 2020, 4:29 PM IST

દમણ : દેશમાં કોરોના મહામારીને નાથવા લોકડાઉન જાહેર કર્યું છે. આ સાથે જ જે ઉદ્યોગો બંધ છે. તે ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને મુશ્કેલી ન પડે તે માટે ઉદારતા દાખવી પગાર આપવાની અપીલ સરકારે કરી હતી. દમણમાં તો દમણ પ્રશાસને મોટે ઉપાડે કંપની સંચાલકો, રૂમ માલિકોને ખાસ ચેતવણી આપી કામદારોને પૂરો પગાર આપવાની અને રહેવા જમવાની વ્યવસ્થા, ભાડું નહિ લેવાની અને જો આ નિયમોનું પાલન નહિ કરે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તે બાદ પણ કંપની સંચાલકોએ કેટલાય કર્મચારીઓનો પગાર ચૂકવ્યો નથી.

450 કામદારોને પગારથી વંચિત રાખતા હોબાળો
ઓપેરા ક્લોથિંગ કંપનીમાં કામ કરતા 450 જેટલા કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી કે, માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યું ત્યારે તે મહિનાના 7 દિવસનો પગાર કંપની સંચાલકોએ કાપીને એપ્રિલ મહિનામાં ટુકડે ટુકડે ચૂકવ્યો હતો. જ્યારે એપ્રિલ અને હાલમાં મેં અહીંનો શરૂ થઈ ગયો છે. તેમ છતાં આ મહિનાનો પગાર આપ્યો નથી. કેટલાકને તો માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર પણ મળ્યો નથી. આ અંગે દમણ કલેક્ટર, દમણ લેબર ઓફિસર સહિત તમામ જગ્યાએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ મદદરૂપ થયા નથી.કામદારોનું કહેવું છે, કે શરૂઆતમાં કંપનીએ પગાર આપ્યો એટલે દિવસો નીકળી ગયા. સામાજિક સંસ્થાઓએ રાશન આપ્યું, ફૂડ પેકેટ્સ આપ્યા હવે પગારના પૈસા પણ નથી અને રાશન, ફૂડ પેકેટ્સ આપતી સંસ્થાઓ બંધ થઈ ગઈ છે. એટલે કફોડી પરિસ્થિતિમાં અમારે વતન જવું છે. જે માટે કંપનીમાં પગારની માગણી કરવા આવ્યા છીએ, પરંતુ કંપની મેનેજમેન્ટ અમારી કોઈ વાત સાંભળતું નથી અને કંપની ક્યારે શરૂ થશે અમને બધાને કામ મળશે કે કેમ તે અંગે પણ કોઈ ચોખવટ કરતું નથી.

ABOUT THE AUTHOR

...view details