દમણ: દર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા પ્રવાસન સ્થળદમણની હોટેલોમાં (Daman Hotels) પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડે છે. 31st નાઈટ પાર્ટીમાં (31st New Year Party Daman 20201) શરાબ, સી-ફૂડ, વેજ-નોનવેજ વાનગીઓની લિજ્જત અને DJના તાલે ઝૂમવા આવતા પ્રવાસીઓ આ દિવસોમાં 2 કે 3 દિવસના પ્રવાસએ આવે છે.
લોકોની નાઈટ કરફ્યુમાં ફેરફાર થાય તેવી સરકાર પાસે ઉમ્મિદ
આ વખતે દમણની હોટેલોમાં 31st નાઈટ પાર્ટીના આયોજન અંગે કોવિડ ગાઈડલાઈનના (Covid Guideline) કારણે અસમંજસ ભરી સ્થિતિનું નિર્માણ થતા હોટેલ સંચાલકો અને પ્રવાસીઓ પ્રશાસનની નાઈટ કરફ્યુ (Night curfew) ગાઈડલાઈનમાં ફેરફર થાય તે માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
દમણમાં 31st DJ નાઈટ પાર્ટીનું આયોજન મુલત્વી રખાયું
સંઘપ્રદેશ દમણમાં દર વર્ષે ગુજરાતના સુરત, અમદાવાદ, વડેદરા જેવા જિલ્લાઓમાંથી અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પ્રવાસીઓ 31st નાઈટ પાર્ટીની મજા માણવા પહોંચતા હોય છે. 31st નાઈટ પાર્ટીની પૂર્વ તૈયારીના ભાગરૂપે દમણની તમામ હોટેલમાં પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક વેરાયટીસભર વાનગી સાથે અન્ય સુવિધાની ઓફર કરતા પેકેજની જાહેરાત કરવામાં આવે છે. હોટેલોને રંગબેરંગી રોશનીથી શણગારી, વર્ષના અંતિમ દિવસ નિમિતે 12 વાગ્યા સુધી DJના તાલે પ્રવાસીઓ ઝૂમી શકે તેવો પ્રબંધ કરવામાં આવે છે.
દમણમાં રાત્રીના 11 વાગ્યાથી નાઈટ કરફ્યુ અમલમાં
દમણમાં આ વખતે 31st નાઈટ પાર્ટીના તમામ આયોજનો પર બ્રેક લાગી છે. તેનું કારણ છે, દમણ પ્રશાસન દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી રાત્રીના 11 વાગ્યા બાદ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. એટલે હોટેલોમાં પણ 12 વાગ્યા સુધી થતી DJ પાર્ટી અને લિકર, વેજ નોનવેજ વાનગીઓનું આયોજન કરવાનું હોટેલ સંચાલકોએ ટાળ્યું છે. હોટેલ સંચાલકોનું કહેવું છે કે, પ્રસાશનની ગાઈડલાઈન મુજબ 12 વાગ્યે પાર્ટી કરવી શક્ય નથી આ સાથે વધુ પ્રવાસી એકઠા કરવા પણ શક્ય નથી. એટલે આ વર્ષે 11 વાગ્યા સુધી જ હોટેલમાં આવેલા પ્રવાસીઓ માટે લાઈટ, મ્યુઝિક અને ખાણી-પીણીની વ્યવસ્થા કરી છે.