ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં મંગળવારે 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવાર અમંગળ સાબિત થયો હતો. મંગળવારે એક જ દિવસમાં દાદરા નગર હવેલીમાં 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે વલસાડ જિલ્લામાં 2ના મોત સાથે 78 નવા કેસ નોંધાયા હતા તેમજ દમણમાં 26 નવા કેસ નોંધાયા હતા અને 27 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.

દાદરા નગર હવેલીમાં મંગળવારે 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દાદરા નગર હવેલીમાં મંગળવારે 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Apr 20, 2021, 10:59 PM IST

  • દાદરા નગર હવેલીમાં 265 કેસ નોંધાયા
  • દાદરા નગર હવેલીમાં 1008 એક્ટિવ કેસ
  • દમણમાં 26 કેસ, વલસાડમાં 78 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

દમણઃ દાદરા નગર હવેલીમાં મંગળવારે ફરી કોરોના કહેર વધ્યો હતો. મંગળવારે દાદરા નગર હવેલીમાં 265 કેસ, દમણમાં 26 કેસ, વલસાડમાં 78 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા તેમજ વલસાડમાં 2 દર્દીના મોત પણ થયા હતા.

દાદરા નગર હવેલીમાં મંગળવારે 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ત્રણેય પ્રદેશમાં 369 કેસ પોઝિટિવ નોંધાયા

વલસાડ જિલ્લા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. આ ત્રણેય પ્રદેશના મળીને એક જ દિવસમાં 369 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં દાદરા નગર હવેલીમાં 265 કેસ નોંધાતા વહીવટીતંત્ર અને લોકોમાં ગભરાટ છવાયો છે. દાદરા નગર હવેલીમાં મંગળવારે 48 દર્દીને રજા અપાઈ હોવા છતાં હાલ 1008 એક્ટિવ દર્દીઓ છે. કુલ કેસમાંથી 2001 દર્દીને રજા અપાઈ છે. જોકે, મંગળવારે નોંધાયેલા 265 કેસ બાદ 245 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

દાદરા નગર હવેલીમાં મંગળવારે 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

આ પણ વાંચોઃ વલસાડ અને સંઘપ્રદેશમાં 2 દિવસમાં 437 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 11ના મોત

વલસાડ જિલ્લામાં 468 એક્ટિવ કેસ

આ તરફ વલસાડ માટે પણ મંગળવાર અમંગળ સાબિત થયો હતો. મંગળવારે વલસાડ જિલ્લામાં 2 દર્દીના મોત સાથે 78 દર્દીઓના સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. મંગળવાર સુધીમાં વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 468 થઈ છે. 24 દર્દીને ડિસ્ચાર્જ કરવા સાથે કુલ 1522 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં સત્તાવાર મૃત્યુનો આંકડો 189 પર પહોંચ્યો છે.

દાદરા નગર હવેલીમાં મંગળવારે 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વલસાડ તાલુકામાં 243 એક્ટિવ કેસ

વલસાડ જિલ્લામાં મંગળવારે નોંધાયેલા 78 કોરોના પોઝિટિવ કેસમાથી વલસાડ તાલુકામાં 63 કેસ નોંધાયા હતા. એ ઉપરાંત વાપીમાં 7, ધરમપુરમાં 3 અને કપરાડામાં 5 દર્દી નોંધાયા હતા. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ તાલુકા મુજબ કેસની વાત કરીએ તો, વાપી તાલુકાના 502 કેસમાંથી 44 એક્ટિવ કેસ છે. વલસાડ તાલુકાના 973 કેસમાંથી 243 એક્ટિવ કેસ છે. પારડી તાલુકાના 303 કેસમાંથી 55 કેસ એક્ટિવ કેસ છે. ઉમરગામ તાલુકાના 176 માંથી 49, ધરમપુર તાલુકાના 124માંથી 51 અને કપરાડા તાલુકાના 101માંથી 26 એક્ટિવ કેસ છે. સત્તાવાર મૃત્યુની સંખ્યામાં વલસાડના 63 અને વાપીના 62 દર્દીઓના મોતનો ઉલ્લેખ છે.

આ પણ વાંચોઃ વલસાડમાં બુધવારના રોજ 70 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 4ના મોત

દમણમાં હાલ 292 એક્ટિવ કેસ

સંઘપ્રદેશ દમણમાં મંગળવાર શુભમંગળ સાબિત થયો હતો. દમણમાં 26 કોરોના પોઝિટિવ સામે 27 દર્દીઓને રજા અપાઈ હતી. દમણમાં હાલ 292 એક્ટિવ કેસ છે. જ્યારે 1642 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે.

ABOUT THE AUTHOR

...view details