ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ-સેલવાસમાં શનિવારે વધુ 234 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - રાજ્યમાં કોરોનાની સ્થિતિ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અને દમણમાં શનિ-રવિના વિકેન્ડ લોકડાઉન બાદ પણ કોરોના કેસ ઘટ્યા નથી. શનિવારે સેલવાસમાં 177 તો, દમણમાં 57 નવા કેસ નોંધાયા હતાં. જેની સામે 110 દર્દીઓ સાજા થયા હતાં.

દમણ-સેલવાસમાં શનિવારે વધુ 234 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દમણ-સેલવાસમાં શનિવારે વધુ 234 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Apr 24, 2021, 10:37 PM IST

  • સેલવાસમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ
  • દાદરા નગર હવેલીમાં એક્ટિવ કેસની સંખ્યા 1,509એ પહોંચી
  • 4,640 દર્દીઓ થયા છે રિકવર

સેલવાસ: દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના કેસ પર કાબૂ મેળવવા શનિવાર અને રવિવાર એમ 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સાથે જ બહારના રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ પર પણ નિયંત્રણ રહે તે માટે RTPCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો કે આ તમામ નિયમો કોરોના સામે બેઅસર સાબિત થયા છે. શનિવારે દાદરા નગર હવેલીમાં 177 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. નવા પોઝિટિવ કેસ સાથે દાદરા નગર હવેલીમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,509 પર પહોંચી છે. એ જ રીતે દમણમાં પણ વધુ 57 પોઝિટિવ કેસ સાથે એક્ટિવ કેસની સંખ્યા 429 થઈ છે. બંને પ્રદેશ મળી કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,938 સુધી પહોંચી છે.

વધુ વાંચો:ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,097 પોઝિટિવ કેસ નોંધાયા

સત્તાવાર માત્ર 4 જ દર્દીના મૃત્યુ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. તો મૃત્યુદરનું પ્રમાણ ખૂબ નીચું છે. સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં માત્ર 4 દર્દીઓના જ મૃત્યુ નોંધાયા છે. જો કે વલસાડની જેમ અહીં બિનસત્તાવાર આંકડો 200 પાર છે. પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 4,640 દર્દીઓ રિકવર થયા છે.

વધુ વાંચો:કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ માટે રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન વૉર્ડ થયું શરૂ

ABOUT THE AUTHOR

...view details