ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ-દાદરા નગર હવેલીમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું - Corona cases in daman

સંઘપ્રદેશ દમણમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. 4 ઓગસ્ટના રોજ દમણમાં વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા તો, દાદરા નગર હવેલીમાં વધુ 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. ત્યારે, બંને પ્રદેશના મળીને કુલ 51 દર્દીઓ સ્વસ્થ થયા હતા.

કોરોના કેસ નોંધાયા
કોરોના કેસ નોંધાયા

By

Published : Aug 4, 2020, 10:52 PM IST

દમણ: સંઘપ્રદેશ દમણમાં મંગળવારના રોજ 23 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. ઉપરાંત, 21 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. દમણમાં અત્યાર સુધીમાં કુલ 644 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 447 દર્દીઓ સ્વસ્થ થયા છે. ત્યારે, 197 કોરોના પોઝિટિવ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રદેશમાં હજુ પણ 117 કન્ટેનમેન્ટ ઝોન યથાવત રહ્યાં છે.

દમણમાં વધુ 23 કોરોના કેસ નોંધાયા તો, દાદરા નગર હવેલીમાં વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ ઘટ્યા બાદ ફરી વધ્યો છે. મંગળવારના રોજ દાદરા નગર હવેલીમાં વધુ 19 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જ્યારે, 30 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં કુલ 572 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 408 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે હજુ પણ 164 દર્દીઓ સારવાર હેઠળ છે. પ્રદેશમાં કન્ટેનમેન્ટ ઝોનમાં પણ ઘટાડો નોંધાયો છે. 200 પાર પહોંચેલા કન્ટેનમેન્ટ ઝોનમાંથી હાલ 176 કન્ટેનમેન્ટ ઝોન યથાવત છે.

ABOUT THE AUTHOR

...view details