- 1 લાખની કિંમતના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
- સેલવાસ પોલીસે 2 ચોરની ધરપકડ કરી હતી
- મોબાઇલની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરી હતી
દમણઃદાદરા નગર હવેલીના સેલવાસમાંથી મોંઘા મોબાઈલની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 7 મોબાઇલ કબ્જે કર્યા હતા.
આ પણ વાંચોઃકબીલપોરમાં વિદ્યાર્થીનીનો મોબાઈલ ઝુંટવી ભાગેલા બે મોબાઈલ ચોર પકડાયા
સેલવાસ પોલીસે IPC કલમ 457, 380 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
સેલવાસમાં કિલવણી નાકા નજીક મહાવીર મોબાઈલ દુકાનના માલિક કન્હૈયા બિન્દાચાલ શાહની દુકાનમાંથી રાત્રિ દરમિયાન શટર તોડી 1,01,939 રૂપિયાના 7 એન્ડ્રોઇડ ફોન ચોરીની ફરિયાદ સેલવાસ પોલીસ મથકમાં નોંધાઇ હતી. સેલવાસ પોલીસે IPC કલમ 457, 380 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.