દમણ : તંત્ર દ્વારા દમણમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરવા આવેલા મધ્યપ્રદેશના રિવા, કટની, સતના સહિતના જિલ્લાના શ્રમિકોને ખાસ શ્રમિક એક્સપ્રેસ ટ્રેન મારફતે તેમના માદરે વતન મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં બુધવારે 1400 શ્રમિકોને સાંજે પાંચ વાગ્યે વાપીથી મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશના 1400 શ્રમિકો વાપીથી સ્પેશિયલ ટ્રેન મારફતે વતન રવાના - india in lockdown
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં રહેતા 1400 જેટલા શ્રમિકોને બસમાં બેસાડીને વાપી રેલવે સ્ટેશન સુધી અને વાપીથી મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓ સુુધી પહોંચાડવા બસ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશના 1400 શ્રમિકો વાપીથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં વતન રવાના થયા
રજીસ્ટ્રેશન અને મેડિકલ થયા બાદ તેમને બસમાં બેસાડીને વિદાય આપવામાં આવી હતી. લોકડાઉનમાં વતન જવા ઇચ્છતાં શ્રમિકો માટે વાપીથી મધ્યપ્રદેશની સ્પેશ્યલ ટ્રેન મારફત પોતાના વતન જવાની વ્યવસ્થા કરવામાં આવતા શ્રમિકો ખુશખુશાલ જોવા મળ્યાં હતા.