દમણઃ વાપીના ગુંજન ખાતે ફૂટપાથ પર ગેરકાયદેસર શાકભાજીની લારી લગાવી વેચાણ કરતાં શાકભાજીના વેપારીઓ દ્વારા લોકડાઉન દરમિયાન સરકારના જાહેરનામાનો ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા 12 લારીવાળાની લારીને ડિટેઇન કરવામાં આવી છે.
વાપીમાં ગુંજન વિસ્તારમાં શાકભાજીનું વેચાણ કરનારાઓની સામે વાપી ઉદ્યોગનગર પોલીસે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ અટકાયત કરી ગુનો નોંધ્યો છે. હાલમાં કોરોના વાઇરસના પગલે સરકાર દ્વારા શાકભાજી તથા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેચાણ કરવાની કેટલીક શરતોને આધીન છૂટ આપવામાં આવી છે, પરંતુ વાપીમાં ગુંજન ખાતે આવેલા ફૂટપાથ પર તથા સરકારી ખુલ્લી જમીનમાં ગેરકાયદે શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
વાપી: સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા શાકભાજીની 12 લારીને પેલીસે ડિટેઇન કરી
કરોનાની મહામારીમાં વાપીમાં ફુટપાથ પર ગેરકાયદે શાકભાજી વેચતા 12 લારી ડિટેઇન કરવામાં આવી હતી. જેના વિરૂધ ઉદ્યોગનગર પોલીસની ટીમ દ્વારા અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો છે.
વાપીમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ કરનાર 12 શાકભાજીની લારીને પેલીસે કરી ડિટેઇન
જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરવામાં આવતા 12 જેટલી લારીવાળાને વાપી ઉદ્યોગનગર પોલીસની ટીમ દ્વારા અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે વાપી તથા અન્ય વિસ્તારમાં પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન નહીં કરનારાઓમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો છે.