ગુજરાત

gujarat

ETV Bharat / state

ઝાલોદ અને ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિએ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા સામે મામલતદારને આપ્યું આવેદનપત્ર

કોરોના મહામારી વચ્ચે વધતાં પેટ્રોલ ડીઝલના ભાવ સામે લોકો ઠેર ઠેર વિરોધ કરી રહ્યાં છે. આ મામલે ઝાલોદ તેમજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતી દ્ધારા ડીઝલ અને પેટ્રોલના ભાવમાં કરેલ ભાવવધારો પાછો ખેંચવાની માંગ સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Dahod, Etv Bharat
Dahod, Etv Bharat, congress

By

Published : Jun 30, 2020, 8:16 AM IST

દાહોદઃ કોરોના મહામારી વચ્ચે વધતાં પેટ્રોલ ડીઝલના ભાવ સામે લોકો ઠેર ઠેર વિરોધ કરી રહ્યાં છે. આ મામલે ઝાલોદ તેમજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતી દ્ધારા ડીઝલ અને પેટ્રોલના ભાવમાં કરેલ ભાવવધારો પાછો ખેંચવાની માંગ સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઝાલોદ અને ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિએ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા સામે મામલતદારને આપ્યું આવેદનપત્ર
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને નાથવા સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરાતા ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા. જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે. અનલોક વનમાં જનજીવન ધબકતું થાય ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાના કારણે મોંઘવારીએ માઝા મૂકતા જનતાનું જીવવું દુષ્કર બન્યું હોવાના કારણે કોંગ્રેસે જનતાના મુદ્દાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે વિરોધ

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 2014 માં પેટ્રોલમાં એકસાઇઝ ડયુટી 9.20 અને ડીઝલમાં 3.46 રુપિયા પ્રતી લિટર હતી. જે 6 વર્ષની અંદર પેટ્રોલમાં 23.78 પ્રતિ લીટર 850 ટકાનો વધારો અને ડીઝલમાં 28.37 જે 258 ટકાનો ભાવ વધારો કરી જનતા પાસેથી 18 લાખ કરોડ રુપિયા ખંખેરી લઇ સરકારે કમાણી કરેલ છે. હાલ લોકડાઉનના સમયે 24 જુનના રોજ પ્રતિ બેરલ 3288 રુપિયા ભાવ હતો. જે હિસાબે 20.67 રુપિયા પ્રતિ લિટર પડે તેમ છતા હાલ કેન્દ્ર સરકાર દ્ધારા 80 રુપિયાને પાર તોતિંગ ભાવ લેવામાં આવે છે.

ભાવ વધારો પાછો ખેચવામાં નહી આવે તો જાહેર જનતાની વેદનાને વાચા આપવા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી સાથે ઝાલોદ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા રેલી સાથે હજારોની સંખ્યામાં મામલતદાર, ઝાલોદ તેમજ ફતેપુરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલા મામલતદાર કચેરીમાં આવીને મામલતદાર એન.આર. પારગીને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં તોતિંગ વધારો કરી ચલાવતી ઉઘાડી લૂંટ બંધ કરવા માટેનું આવેદનપત્ર દાહોદના પૂર્વ સંસદ સભ્ય ડો.પ્રભાબેન તાવિયાડ અને દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.કિશોરભાઈ તાવિયાડ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રધાન રઘુભાઈ મછાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઘનશ્યામભાઈ મછાર તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details